Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભૂતળના પાણી ઉંચા આવી જશેઃ કમલેશ મીરાણી

સરકારે આદરેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંચય કામગીરીથી શહેરના નદી-તળાવો ઉંડા ઉતારવા અને પ્રદુષણ અટકાવવા જોરશોરથી કામગીરી શરૂ

રાજકોટ, તા. ૨ : ગુજરાતની પાણીની સમસ્‍યા હલ કરવા માટે ભાજપના નેતૃત્‍વવાળી મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં તા. ૧ લી મે ગુજરાત સ્‍થાપના દિનથી તા. ૩૧ મે સુધી જળ સંચયના આશયથી સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.આખા રાજ્‍યમાં ૧ લી મે ના ગૌરવવંતા દિવસથી જળ અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે ત્‍યારે આ જળ અભિયાન અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્‍યક્ષતામાં ગૌરવવંતા દિનથી સુજલામ-સુફલામ જળ અભિયાનની શાનદાર શરૂઆત કરાઈ હતી.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્‍યુ હતુ કે શહેરને પાણી પુરૂ પાડતા જળાશયો, ડેમ, તળાવોમાં જળસંચય માટે તળાવ ઉંડા કરવા, હયાત જળાશયોનું ડિસીલ્‍ટીંગ, શહેરમાંથી પસાર થતી નદીઓમાં પ્રદુષણ અટકાવવાની કામગીરી તેમજ નદીઓના કાંઠાઓ ઉપર વૃક્ષારોપણની કામગીરી, નદીના પ્રવાહને અવરોધરૂપ ગાંડાબાવળ, ઝાડી, ઝાંખરા, દૂર કરવા, નદીને પુનઃ જીવીત કરવી, શહેરી વિસ્‍તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનોમાં વાલ્‍વમાંથી થતા પાણીનો બગાડ રોકવો, પીવાના પાણીનો બગાડ રોકવા માટે જનજાગૃતિ વગેરે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. જળસંચયને લગતી કામગીરીને એન.જી.ઓ., ઉદ્યોગ ગૃહો, એ.પી.એમ.સી., ધાર્મિક સંસ્‍થાઓ, રાજ્‍ય સરકારના જાહેર સાહસોના સહયોગથી હાથ ધરવાનુ આયોજન કરવામાં આવેલ છે. જેસીબી તથા ટ્રેકટરના ઉપયોગથી માટીનો જથ્‍થો ખોદાણ થવા પામશે જેના થકી જળ સંગ્રહ પુનઃ સ્‍થાપિત થશે.

મહાનગરમાં આજી નદી-રામનાથ મંદિરનાં શુધ્‍ધિકરણ અને રાંદરડા-લાલપરી તળાવમાં જેસીબીની મદદથી કાંપ કાઢવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો અને તબકકાવાર શહેરીજનોની જીવાદોરી સમાન આ જળાશયો ઉંડા કરવાનું કામ, વરસાદી પાણીના સંગ્રહ કરવાનું કામ, ઉપલબ્‍ધ થનારી ફળદ્રુપ માટી એકપણ પૈસોની રોયલ્‍ટી લીધા વિના આપવાનું કામ, રાજય સરકારની નરેગા યોજના હેઠળ જળસંચય-જળ સંરક્ષણનું કામ જેવા જળષાોતોના નવીનીકરણના કામો હાથ ધરવામાં આવશે.

રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલા રાજયવ્‍યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને રાજયના સાધુ-સંતો-મહંતોએ પણ માનવીય અભિગમ સાથેનું જનહિતલક્ષી પગલું ગણાવ્‍યું છે. આ જળ સંચય અભિયાનમાં શહેરની ધાર્મિક, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, સામાજીક સંસ્‍થાઓ, એન.જી.ઓ. પણ જોડાશે.

શહેરીજનોને આ માનવીય કાર્યમાં સહભાગી બનવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કરેલ છે. જેથી આગામી ચોમાસામાં તળાવોનો પાણીનો વધુ જથ્‍થો સંગ્રહ થશે અને આગલામી વર્ષે ભૂતળમાં પાણી ઉંચા આવશે તેવી આશાવાદ વ્‍યકત કરેલ છે.

(4:24 pm IST)