Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

માલીયાસણથી ગોંડલ રોડને જોડતા રીંગ રોડની કામગીરી ઝડપથી પૂરી કરો

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા રૂડાના પ્રશ્ને રજુઆત

રાજકોટ, તા.૨: રાજકોટ અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરીટી સાથે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીની મિટીંગ યોજવામાં આવેલ. જેમા ચેમ્‍બર દ્વારા વેપાર- ઉદ્યોગ તથા રૂડાના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજુઆતો કરવામાં આવેલ જે આ મુજબ છે. (૧) માલીયાસણથી ગોંડલ રોડને જોડતા રીંગ રોડની કામગીરી ઝડપથી પુરી કરવી, (૨) મેટોડાથી શાપર- વેરાવળને જોડતા લીક રોડને ખાસ અગ્રતા આપવા અને તેની કામગીરી પરીપુર્ણ કરવી, (૩) રાજકોટ શહેરમાં પ્રવેશ થતા વિવિધ હાઈ-વેને ૬ લેન તરીકે અગ્રતા આપવી જેમાં અમદાવાદ રોડ, ભાવનગર રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, મોરબી રોડ, (૪) રીંગ રોડને ક્રોસ કરતા રોડ પર ઓવરબ્રીજો બનાવવા અગાઉથી આયોજનો કરવા, જેથી ટ્રાફિક સમસ્‍યા અને પ્રજાજનોને મુશ્‍કેલી ભોગવવી ન પડે, (૫) રૂડાની અંદર આવતા ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોન, શાપર- વેરાવળ, મેટોડા વગેરે વિસ્‍તારોમાં ફેકટરી તથા મજુરો માટે પાણીની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવી, (૬) એડીબી તરફથી મંજુર થયેલ લોનનું સત્‍વરે પ્‍લાનીંગ કરીને આયોજન કરવું જેથી આવી યોજનાઓ સાકાર બને તેવા પ્રયાસો હાથ ધરવા.

આ મિટીંગમાં રાજકોટ ચેમ્‍બર વતી પ્રમુખ શિવલાલભાઈ બારસીયા, માનદ્‌ મંત્રી વી.પી.વૈષ્‍ણવ અને ચેમ્‍બરની આરએમસી કમિટીના ભરતભાઈ ખારેચા ઉપસ્‍થિત રહેલ તેવું અખબારી યાદીમાં જણાવેલ.

(5:08 pm IST)