Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાજકોટની તરૂણી ઓલ ઇન્‍ડિયા ડાન્‍સ કોમ્‍પીટીશનમાં દ્વિતિય

રાજકોટ, તા. ર : નૃત્‍ય મધ્‍યમ જગત સર્વમ એ વાત્‍યને સાર્થક કરતો દિવસ એટલે વર્લ્‍ડ ડાન્‍સ ડે. દુનિયાભરના દેશોમાં અલગ અલગ શૈલીના નૃત્‍યકાર પોતાની કલા પ્રસ્‍તુતિથી આ દિવસ ઉજવે છે. અમદાવાદ ખાતે ઇન્‍ડિયન આર્ટ એન્‍ડ કલ્‍ચર સંસ્‍થા અને શ્રી ડાન્‍સ એકેડેમી દ્વારા આ નિમિત્તે ઓલ ઇન્‍ડિયા ડાન્‍સ કોમ્‍પીટીશન (સીઝન-પ) રાખવામાં આવી હતી. જેમાં રાજકોટની દેવી દુષ્‍યંતભાઇ પંડયા કલાસિકલ જુનિયર (સોલો) વિભાગમાં બીજા ક્રમે આવી હતી. પ્રોવિડન્‍ટ ફંડ ઓફીસના કર્મચારી દુષ્‍યંતભાઇ પંડયાની ૧૩ વર્ષની પુત્રી દેવી રાજકોટમાં તાંડવ નર્તન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ કલાસિકલ ડાન્‍સ ખાતે નૃત્‍યની તાલીમ પામી છે અને પારંગત હાંસલ કરી છે.

 

(4:22 pm IST)