Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મોરબીના પંચાસર ગામે દરબાર યુવાનની હત્યા કરવાના ગુનામાં બે આરોપીઓની જામીન અરજી રદ

રાજકોટ તા.૨: મોરબી તાલુકાના પંચાસર ગામે હત્યા કરવાના આરોપસર પકડાયેલ અને મોરબી જેલમાં રહેલ રાજેન્દ્રસિંહ ઉર્ફે કાનો ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ બાલુભા ઉર્ફે બાબુભા ઝાલા, અરવિંદસિંહ નટુભા ઝાલા, હિતેન્દ્રસિંહ ઉર્ફેે હિતુભા લાલુભા ઉર્ફે બાલુભા ઝાલા, નરેન્દ્રસિંહ ઉર્ફે નંદાભાઇ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલાનાઓ પૈકી સહદેવસિંહ બાલુભા ઉર્ફે બાબુભા ઝાલા તથા અરવિંદસિંહ નટુભા ઝાલા એ જામીન અરજી કરતાં મોરબીના સેશન્સ જજશ્રી ધોધારી મેડમે બંને આરોપીની જામીન અરજી રદ કરેલ છેે.

આ કેસની હકિકત એવી છે કે, ગુજરનાર સહદેવસિંહ તેજુભા ઝાલા, રસીકબા વા/ઓ સહદેવસિંહ ઝાલા, પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલા રહે બધાઃ- પંચાસરવાળાએ મારામારીના બનાવ માં ફાયરીંગમાં ઇજા થતા સારવારમાં આવેલ જે બનાવ માં સહદેવસિંહ તેજુભા ઝાલાનું ખુન થયેલ અને રસીકબા વા/ઓ સહદેવસિંહ ઝાલા તથા પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાને ઇજા થયેલ તે અંગેની ફરીયાદ ઉપરોકત આરોપીઓ વિરુધ્ધ ઇજા પામનાર પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલાએ આપેલ જે ફરીયાદ ના અનુસંધાને મોરબી તાલુકા પોલીસે હત્યા તેમજ ખુની હુમલા સબંધેનો ગુનો દાખલ કરેલ.

ઉપરોકત ગુનાના કામે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ જેમાંથી અરવિંદસિંહ નટુભા ઝાલા તથા સહદેવસિંહ બાલુભા ઉર્ફે બાબુભા ઝાલાએ જામીન અરજી કરેલ જે કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ પીયુષ એમ.શાહે વાંધા રજુ કરેલ અને સરકારપક્ષે એડવોકેટશ્રી સંજયભાઇ દવે એ રજુઆત કરેલ કે, આ કામમાં તમામ આરોપીઓ ના ફરીયાદ માં નામ છે, બનાવ સમયે તમામ ની હાજરી છે, આરોપીઓ પાસેથી ૬ હથીયારો રીકવર કરવામાં આવેલ છે, આજીન તારીખમાં પણ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવેલ છે તેમજ બે સાહેદોને ફાયરીંગની ઇજા થયેલ છે અન્ય નજરે જોનાર સાહેદો સમર્થન આપે છે.

ઉપરોકત હકિકત તેમજ રજુ થયેલ ફરીયાદપક્ષના વાંધા તેમજ દલીલોને ધ્યાને રાખીને મોરબીના સેશન્સ જજશ્રી ધોધારી મેડમે બંને આરોપીઓની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકારપક્ષે એડવોકેટશ્રી સંજયભાઇ દવે તેમજ મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ.શાહ,, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, આનંદભાઇ રાધનપુરા, હર્ષીલભાઇ શાહ, વિજયભાઇ પટગરી, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા રોકાયેલા હતા.

(4:09 pm IST)