Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઘરેલું હિંસાની ફરિયાદમાં ૩૦ દિવસની સજાનો ઘટાડો કરવા સેસન્સ કોર્ટનો હુકમ

રાજકોટ તા. રઃ ડોમેસ્ટીક વાયોલેન્સની ફરીયાદમાં જેલ સજામાં ૩૦ દિવસનો ઘટાડો કરી સેસન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપેલ હતો.

અહીંના પોપટપરા ખાતે આવેલ સંતોષી નગરમાં રહેતી મુળ પંજાબની વતની ગુરમીતકૌરના લગ્ન મુળ પંજાબના વતની અને ઉત્તર પ્રદેશના નેહટોર મુકામે રહેતા દેવેન્દ્રસીંઘ ભાટીયા સાથે થયેલ હતા અને આ લગ્ન જીવનથી તેઓને બે સંતાનો થયેલ હતા. લગ્ન બાદ પતી પત્ની વચ્ચે અણ બનાવ થતાં પરણીતા સંતાનો સહીત માવતરે પરત ફરેલ હતી અને પતી સામે રાજકોટની ફોજદારી અદાલતમાં ડોમેસ્ટીક વાયોલેંનસ એકટની ફરીયાદ દાખલ કરેલ હતી જેમાં કેસ ચાલે તે દરમ્યાન વચગાળામાં ભરણ પોષણની માંગ કરતાં અદાલતે માસીક ૬૦૦૦ ભરણ પોષણ મંજુર કરેલ હતું જે મુજબ ૩૮ માસની ભરણ પોષણની રકમ રૂ. ર,ર૮,૦૦૦/- પતી એ ચુકવેલ ન હોઇ અદાલતે પતીને ૭૬૦ દિવસની સજા કરેલ અને રૂ. ૧૦,૦૦૦ વળતરનો હુકમ કરેલ અને વળતર ન ચુકવે તો વધારે ૧ માસની સજાનો હુકમ કરતાં પતી જેલમાં ગયેલ હતો. જેની સામે પતિએ અપીલ કરી હતી.

આ અપીલ દલીલ પર આવતાં શ્રી અંતાણીએ અદાલતનું ધ્યાન દોરેલ કે.સી.આર.પી.સી. કલમ ૧રપ (૩) મુજબ પતીને જેલ સજાનો હુકમ થયેલ છે અને આ કાયદામાં જો વળતરની રકમ ન ચુકવે તો જેલ સજાની કોઇ જોગવાઇ ન હોઇ પતીને વળતરની રકમની સજા થઇ આ કાયદા મુજબ થઇ શકતી નથી.

શ્રી અંતાણીની દલીલોથી સહમત થઇ રાજકોટની સેસંન્સ અદાલતે પતિની અપીલમાં હુકમ કરી અને તેને વળતરની રકમ ન ચુકવવા બદલ જે ૩૦ દિવસની સજાનો હુકમ કરવામાં આવેલ તે સજા બાદ કરી આપવાનો હુકમ કરી બાકીનો નામ. નીચેની અદાલતનો હુકમ બરાબર રાખેલ હતો. જેથી પતીને સજાના દિવસોમાં ૩૦ દિવસની રાહત મળેલ હતી.

આ કામમાં પતી દેવેદીસંઘ તરફે એ.ડી.આર. લીગલના પેનલ એડવોકેટ દરજજે વકીલ શ્રી સંદીપ કે. અંતાણી રોકાયેલ હતા.

(4:08 pm IST)