Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગોકુલ હોસ્પિટલના ICUમાં નામાંકિત તબીબોની ફૌજ

સૌરાષ્ટ્રના સિનિયર ડો. પ્રકાશ મોઢાની ત્રણ દાયકાની યશસ્વી સેવા : ૨૫ બેડની હોસ્પિટલમાં ઘનિષ્ઠ અને કટોકટીની પળોમાં ઘનિષ્ઠ સારવાર આપવામાં નિષ્ણાંત આઈસીયુ ડો. હેમાંગ દોશી, ડો. તેજસ મોતીવરસ, ડો. તેજસ કરમટા, ડો. દિગ્વિજયસિંહ જાની અને આઈસીયુ મહિલા તબીબ ડો. પ્રિયંકાબા જાડેજાની ફુલટાઈમ સેવા : રાજકોટના આંગણે એક જ જગ્યાએ નિષ્ણાંત તબીબોની સેવા

રાજકોટ : રાજકોટની ત્રણ દાયકા જૂની ગોકુલ હોસ્પિટલમાં હવે ન્યુરો એન્ડ ટ્રોમા ઉપરાંત આઈસીયુની ૨૫ બેડની નિષ્ણાંત તબીબોની સેવા ઉપબ્લધ બની છે. 'અકિલા' કાર્યાલય ખાતે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગોકુલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના  ડો.પ્રકાશ મોઢા, ડો. હેમાંગ દોશી, ડો. તેજસ મોતીવારસ, ડો. તેજસ કરમટા, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો.પ્રિયંકાબા જાડેજા સાથે અકિલાના ઉદય વેગડા નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨ : સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટમાં હવે તમામ પ્રકારની આધુનિક સારવાર ઉપલબ્ધ બની રહી છે. શહેરમાં અનેક કોર્પોરેટ અને ટ્રસ્ટની મોટી હોસ્પિટલો કાર્યરત છે. તો કેટલીક નવી શરૂ થઈ રહી છે. રાજકોટ જ નહિં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ત્રણ દાયકાની યશસ્વી તબીબી સેવા દ્વારા  એક અલગ ઓળખ ઉભી કરનાર ડો.પ્રકાશ મોઢાના ગોકુલ હોસ્પિટલ હવે વિસ્તરી રહ્યુ છે.

સૌરાષ્ટ્રના સિનિયર મોસ્ટ ડો.પ્રકાશ મોઢા ટ્રોમા એન્ડ ન્યુરો સેન્ટરમાં હજારો દર્દીની સારવાર કરી છે. હવે ટ્રોમા એન્ડ ન્યુરો સર્જનની સાથે કટોકટીની પળમાં કે ગંભીર રોગોની અસરકારક સારવાર માટે  આઈસીયુ ક્રિટીકલ કેર સારવાર ઉપલબ્ધ છે. હવે ક્રિટીકલ કેરની સારવાર માટે નિષ્ણાંત તબીબોની સેવા ઉપલબ્ધ બની છે. જે રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને ખૂબ લાભકારક નિવડશે.

૨૫ બેડની ગોકુલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં હવે બોમ્બેની બ્રીચ કેન્ડી હોસ્પિટલ અને ઓસ્ટ્રેલિયાની નામાંકિત હોસ્પિટલમાં ફરજ બજાવી હજારો દર્દીની સફળ સારવાર કરનાર રાજકોટના પનોતા પુત્ર ડો. હેમાંગ દોશી હવે ફુલટાઈમ ગોકુલ હોસ્પિટલમાં જોડાયા છે. તેઓની સાથે ડો.તેજસ મોતીવારસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. તેજસ કરમટા, ડો.પ્રિયંકાબા જાડેજા ફુલટાઈમ કાર્યરત છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં આરોગ્યક્ષેત્રે અગ્રીમ કક્ષાની હોસ્પિટલ ગોકુલ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલનું વૈજ્ઞાનિક ઢબે સારવાર, માનવીય અભિગમ તથા ખુબ જ વ્યાજબી ચાર્જ માટે જાણીતી છે.

ગોકુલ હોસ્પિટલની  ૧૯૮૯માં જાણીતાન્યુરો સર્જન ડો. પ્રકાશ મોઢા દ્વારા ''ટ્રોમા તથા ન્યુરો'' સેન્ટર તરીકે કરવામાં આવેલ ત્યારબાદ ડો. પ્રકાશ મોઢા પાસે રાજકોટના ઘણા જ ખ્યાતનામ ન્યુરો તથા સપાઇન સર્જન તૈયાર થયા.

૨૦૦૬ ની સાલમાં ગોકુલ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર તથા મેડીસીન વિભાગ કાર્યરત થયો તથા ક્રિટીકલ કેરના દર્દીઓનીICU માં સારવાર માટે ડો. તેજસ મોતીવરસ, કે જેઓ સૌરાષ્ટ્ર કચ્છ તથા ગુજરાત ના પ્રથમ EDIC (યુરોપીયન ડીપ્લોમેટ ઇન ક્રિટીકલ કેર) ઉચ્ચ ડીગ્રી ધરાવતા ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ હોય તથા ડો. દિગ્વીજયસિંહ જાડેજા તેઓ પણ M.D.EDIC ની ક્રિટીકલ કેરની ડીગ્રી ધરાવતા ડોકટર્સને સાથે રાખી સૌરાષ્ટ્ર કચ્છની જનતાની ઉચ્ચ કક્ષાના ICU ની બહુ જ વ્યાજબી ચાર્જ સાથે સારવાર આપવાનું માનવીય અભિગમ સાથે ચાલુ છે.

૨૦૦૮માં ડો. તેજસ કરમટા કે જેમણે જસલોક હોસ્પિટલમાં ક્રિટીકલ કેરનો કોર્ષ કરી ગોકુલ ટીમની નામના માં જોડાયા છે. ડો. તેજસ કરમટા ICU માં રહેલ દર્દીની સારવાર અસરકારક રીતેકરવા માટે ખુબ જાણીતા છે.

ઉપરોકત ડોકટરો જોડાવવાથી ગોકુલ હોસ્પિટલ ખાલી ''ટ્રોમા તથા ન્યુરો સ્પાઇન'' સેન્ટરના રહીને ''મલ્ટીસ્પેશ્યાલીટી'' હોસ્પિટલ થઇ તથા ૨૦૧૦માં ચાર ડોકટરો સાથે ગોકુલ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ ને ગોકુલ લાઇફકેર પ્રા.લી. નામની કંપનીમાં પરિવર્તિત કરી.

ત્યારબાદ ઉતરોતર વિવિધ અંગોના સુપરસ્પેશ્યાલીસ્ટ ડોકટરો જોડાતા ગયા તથા આજની તારીખે કુલ ૧૦ વિભાગ કાર્યરત છે તથા ૧૫ ફુલટાઇમ ડોકટરો કાર્યરત છે.

દર્દીઓની સંખ્યામાં વધારો થતા તથા ICU ની વધારે બેડની જરૂરીયાત થતા ગોકુલ હોસ્પિટલમાં યુરોપીયન સ્ટાર્ન્ડડના ICU ના ૧૮ બેડનો ટુંક સમયમાં ઉમેરો થાય છે તેનું સ્ટાર્ન્ડડ સૌરાષ્ટ્ર કચ્છ તથા ગુજરાતમાં ઉચ્ચતમ કક્ષાનું હશે કે જે કોઇ કોર્પોરેટ હોસ્પિટલમાં પણ નહી હોય.

ગોકુલ સુપરસ્પેશ્યાલીટી ટીમની ક્રિટીકલ કેર ટીમમાં મુળ રાજકોટના વતની ત્યારબાદ મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં પાંચ વર્ષ સેવા આપી તદઉપરાંત ઓસ્ટ્રેલીયાના સીડનીની વિશ્વ વિખ્યાત વેસ્ટમેડ તથા સેન્ટ વિન્સન્ટ હોસ્પિટલના ICU  માં ઉચ્ચતમ તથા એડવાન્સ ટ્રેનીંગ લઇ ડો. હેમાંગ દોશી વતન પરત ફરી રાજકોટની તથા સૌરાષ્ટ્રની જનતાને સેવા આપવા ગોકુલ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલની ICU  ટીમમાં સામેલ થયેલ છે.

ક્રિટીકલ ટીમમાં સામેલ થવાથી અતિ આધુનિક તથા આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબની આઇ.સી.યુ. સેવા વધારે સારી રીતેઉપલબ્ધ છે.

 ગોકુલ સુપર સ્પેશ્યાલીસ્ટી હોસ્પીટલ તે સૌરાષ્ટ્ર કચ્છની જનતા માટે ખુબ જ ઓછા ચાર્જને કારણે આર્શિવાદરૂપ સાબિત થઇ છે તથા ડો. હેમાંગ દોશી નાઆવવાથી સીઆરઆરટી (સ્પેશ્યલ પ્રકારનું ડાયાલીસીસ,અ.ફસીએમઓ લોહી તથા ઓકસીજન શુધ્ધીકરણ કરતુ મશીન) વગેરે અતિ આધુનિક આઇસીયુ સારવાર જે સૌરાષ્ટ્ર કચ્છ કે રાજકોટમાં ઉપલબ્ધ નથી તે થશે.

તદઉપરાંત ડો. પ્રિયંકાબા જાડેજાએ ડીએ. આઇડીસીસીએમ ઇન્ડીયન ડીપ્લોમા  ક્રિટીકલ કેરની ડીગ્રી હાંસલ કરી ગોકુલ સુપરસ્પેશ્યાલીટી હોસ્પીટલની આઇ.સી.યુ. ટીમમાં વધારો કરેલ છે.રાજકોટમાં ICUમાં વિવિધ રોગ નિષ્ણાંત મહિલા તબીબ તથા ડો. પ્રિયંકાબા જાડેજા ખુબ ખ્યાતી ધરાવે છે.

ગોકુલ સુપરસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં સેવા આપતા ડોકટર્સના નામ ડો. દુશ્યંત સાંકળીયા -ન્યુરો ફીઝીશીયન, ડો. મંગલ દવેઙ્ગ- એનેસ્થેશીયોલોજીસ્ટ

આ ઉપરાંત ગોકુલ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં લકવા (Paralysis)ની તાત્કાલીક સારવાર માટે ન્યુરો ફીઝીશ્યન ડો. દુશ્યંત સાંકળીયા તથા ક્રિટીકલ કેર ટીમ ૨૪ કલાક કાર્યરત છે તથા લકવાની ઉચ્ચતમ સારવાર આપવામાં આવેછે. લકવા માટે સમય જ કિંમતી હોય છે.

ગોકુલ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ગર્ભવતી સ્ત્રીઓમાં થતી બીમારીઓને કારણે જોખમી ડીલેવરી માટેની ટીમ પણ રાઉન્ડ ધ કલોક કાર્યરત હોય છે, જેમાં ડો. જસ્મીન મોણપરા, ડો. કેતન ગોસાઇ તથા ડો. શિલ્પન ગોંડલીયા સેવા આપે છે. (૩૭.૭)

એવિડન્સ બેઈઝડ ઈફેકટીવ ઈથીકલ ક્રિટીકલ કેરના પ્રણેતા ડો. હેમાંગ દોશી

બ્રીચ કેન્ડી હોસ્પિટલ અને ઓસ્ટ્રેલિયામાં હજારો દર્દીની સફળ સારવાર કરનાર ડો.હેમાંગ દોશી હવે ફુલ ટાઈમ ગોકુલ હોસ્પિટલમાં

ડો. હેમાંગ દોશીએ એમ.પી.શાહ કલેજ, જામનગર માંથી એમબીબીએસ કરી જવાહરલાલ નેહરૂ કોલેજ, બેલગામમાંથી એનેસ્થેસીયાની ડીગ્રી મેળવી બ્રિચકેન્ડી હોસ્પીટલમાં જોડાયા ત્યાથી તેમણે ક્રિટીકલ કેર મેડીસીનની ઇડીસીસીએમ, આઇએફસીસીએમ, ઇડીઆઇસી પદવીઓ મેળવી. તે વિશ્વના સૌથી નાની ઉંમરમાં ઇડીઆઇસી પદવી મેળવવાનું ગોૈરવ પ્રાપ્ત થયેલ છે. તેમને અમેરીકન કોલેજ ઓફ વેસ્ટ ફીઝીશ્યનની એફસીસીપી(યુએસ.એ.) પદવી પ્રાપ્ત થયેલ છે. ડો. હેમાંગ દોશી રાજકોટના પનોતા પુત્ર છે તથાવિદેશમાંથી વતનમાં જનતાની સેવા કરવા આવેલ છે તે તેના ઉચ્ચ્તર અભિગમનો પુરાવો છે. તેઓ એવીડન્સ બેઇઝડ કોસ્ટ ઇફેકટીવ અને ઇથીકલ ક્રિટીકલ  કેર મેડીસીનના પ્રણેેતા છે.

ગોકુલ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સેવા આપતા ડોકટર્સ

ડો. દુશ્યંત સાંકળીયા -ન્યુરો ફીઝીશ્યન

 ડો. કોૈશિક પટેલ - ટ્રોમા સર્જન

 ડો. વિક્રાંત પુજારી - ન્યુરો સર્જન

 ડો. કલ્પેશ બજાણીયા - ઓર્થોપેડીક અને જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન

 ડો. મેહુલ ચોૈહાણ - સ્પાઇન સર્જન

 ડો. વિમલ સોમૈયા - માનસીક રોગ નિષ્ણાંત

 ડો. સંદિપ ઠકરાર - પલ્મોનોલોજીસ્ટ (ફેફસાના સુપરસ્પેશ્યાલીસ્ટ)

 ડો. નિરવ વાછાણી - ફેશીયો મેક્ષીલરી (જડબાના સર્જન)

 ડો. જસ્મીન મોણપરા - ગાયનેક ક્રિટીકલ કેર ટીમ

ડો. કેતન ગોસાઇ - ગાયનેક ક્રિટીકલ કેર ટીમ

 ડો. શિલ્પન ગોંડલીયા -  ગાયનેક ક્રિટીકલ કેર ટીમ

 ડો. મંગલ દવે - એનેસ્થેશીયોલોજીસ્ટ

(2:57 pm IST)