Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આવતા રવિવારે એડવોકેટ મિત્રોનો સેમિનાર

શ્રી ખોડલધામ એડવોકેટ લીગલ સમિતિ- રાજકોટ દ્વારા આયોજન : ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ સી.કે.બુચ - સિનિયર એડવોકેટ મિહિર ઠાકોર અને નજમુદીન મેઘાણીના વકતવ્યઃ વકીલોએ લાભ લેવા અનુરોધ

 રાજકોટઃ તા.૨, વકીલાતના વ્યવસાયમાં ''કાનુની પ્રશિક્ષણ'' એ અત્યંત જરુરી છે. જે માટે શ્રી ખોડલધામ એડવોકેટ લીગલ સમિતિ રાજકોટ દ્વારા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ભવન, માયાણી ચોક , ખાતે દર મહિનાના બીજા અને ચોથા શનિવાર વિવિધ કાયદાઓ ઉપર એડવોકેટ્સ માટે જ્ઞાનના આદાન પ્રદાન હેતુસર '' લીગલ નોલેજ શેરીંગ સેન્ટર'' ચલાવવામાં આવે છે.  આ ઉપરાંત શ્રી ખોડલધામ એડવોકેટ લીગલ સમિતિ રાજકોટ દ્વારા તા.૬ને રવિવારના રોજ રાજકોટ શહેરમાં એક લીગલ સેમીનારનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એડ્વોકેટસ મીત્રોએ નોંધણી કરાવેલ છે. આ સેમિનારમાં તમામ એડ્વોકેટસ મિત્રોને વધુમાં લાભ લેવા અનુરોધ કરાયો છે.

 આ સેમિનારમાં વકતા (૧) શ્રી સી.કે બુચ (નિવૃત ન્યાયાધીશશ્રી, ગુજરાત હાઇકોર્ટ) પ્રોફેશનલીઝમ એથીકસ એન્ડ એડવોકેસી (૨) શ્રી મિહીર ઠાકોર, (સીનીયર એડવોકેટ અને કાઉન્સીલર ગુજરાત હાઇકોર્ટ) કોર્મશીયલ લાઇટીંગન્સ એન્ડ રોલ કોમર્શીયલ કોર્ટસ (૩) શ્રી નજમુદીન મેઘાણી (સીનીયર એડવોકેટ/ રેવન્યુ લો ગુરૂ) પ્રોપટી એન્ડ રેવેન્યુ લો વિષય ઉપર વકતવ્ય આપશે.

તા. ૬ રવિવાર, સવારે ૮ થી ૨ સ્થળઃ શ્રી સરદારનગર પટેલ કલ્ચરલ ભવન, ચંદ્રેશનગર મેઇન રોડ, માયાણી ચોક પાસે, રાજકોટ, તસ્વીરમાં એડવોકેટ સર્વેશ્રી પંકજભાઇ આર દોંગા, રમેશભાઇ કાપડીયા, મનસુખભાઇ નાથાણી, અરવિંદભાઇ વસાણી (મો.૯૪૨૬૧૬૫૭૬૫), સંદીપભાઇ વીરપરીયા, નીતીન શીંગાળા અને રીતેશભાઇ  ટોપીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:56 pm IST)