Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

એન.સી.સી. કેડેટ દ્વારા રેલી

નેશનલ કેડેટના તમામ કેડેટ દ્વારા પોલીથીન બેગનો બહિષ્કાર કરવા માટેની રેલીનું આયોજન સમગ્ર રાજકોટના કેડેટસ માટે કરવામાં આવ્યું હતું. તેમાં પી. વી. મોદી સ્કુલની એન.સી.સી. કેડેટ ગર્લ્સે ભાગ લીધો હતો.  પ્લાસ્ટીકની બેગ જમીનની અંદર વરસાદનંુ પાણી જવા દેતી નથી ને જમીન બંજર બનતી જાય છે. તેમજ પ્લાસ્ટીકની બોટલનું પાણી ઘણા સમયથી ભરેલ હોય અને તે અંદર અંદર ગરમ થતું રહેતું હોય તેમાં પ્લાસ્ટીક ઓગળે છે અને પાણીમાં તેનું કેમીકલ ભળતુ જાય છે તે પાણી પીવાથી કેન્સર જેવી બિમારી ઉત્પન્ન થાય છે. પ્લાસ્ટીકની બેગ મૂકી કપડાંની બેગ અને બોટલ છોડી ઘરના વાસણોનો ઉપયોગ કરશું તેવો નિર્ધાર વ્યકત કરેલ.

(2:52 pm IST)