Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાષ્ટ્રીય સ્વયં સેવકની પાંખ

ભારત તિબ્બેટ સંયોગ મંચ ગુજરાત દ્વારા કુશોક બકુલા જન્મ શતાબ્દિ સમારોહની ઉજવણી

ગુજરાતમાં પણ આ મહાપુરૂષનું પુણ્યસ્મરણ કરીને દેશની સીમાઓને રક્ષા માટે માતાના વસ્ત્રોના જતનની જેમ કામે વળવાની રાષ્ટ્રભકિતનો સંદેશ પ્રસરાવાયો

રાજકોટઃ આધુનિક લડાખના નિર્માતા એવા બૌધ્ધ ધર્મગુરૂ શ્રી કુશોક બકુલા રિમ્પોની જન્મશતાબ્દી નિમિતે રાજકોટ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવકની પાંખ એવી ભારત તિબેટ સંયોગ મંચ સૌરાષ્ટ્ર વિભાગ, રાજકોટ દ્વારા જન્મ શતાબ્દી ઉજવણી સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે કાર્યક્રમના મુખ્ય વકતા ડો.નીરજાબેન ગુપ્તાએ આધુનિક લડાખના નિર્માતા એવા કુશોક બકુલા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશભરમાં જેમ ગુજરાતમાં પણ મહાપુરૂષનું પુણ્યસ્મરણ કરીને દેશની સીમાઓની રક્ષા માટે માતાના વસ્ત્રોના જતનની જેમ કામે વળવાની રાષ્ટ્રભકિતનો સંદેશ પ્રસરાવ્યો હતો. બૌધ્ધ ધર્મગુરૂઓ ત્યાગી અને અપરીણીત હોવા છતા સમાજના કલ્યાણ માટે અને વિશ્વશાંતિ માટે સતત પ્રયત્નશીલ રહયા છે ત્યારે એમની જન્મશતાબ્દીના સુવર્ણ અવસરે એમની સેવાને વંદન કરવામાં આવે.આ જન્મશતાબ્દી સમારોહમાં દીપ પ્રાગટ્યમાં અપુર્વભાઈ મણીયાર, જયંતભાઈ ધોળકીયા ઉપસ્થિત રહયા હતા. આ તકે ભારત તિબેટ સંયોગ મંચના રાષ્ટ્રીય મંત્રી રામકિશોર પસારીએ ભારત તિબેટ સંયોગ મંચની માહિતી જોડવાનું આહવન કર્યુ હતું અને સૌરાષ્ટ્ર મહિલા વિભાગનું ગઠન કર્યુ હતું જેમાં શ્રીમતી દીપાબેન મલકાનને મહીલા વિભાગના પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર વિભાગના પ્રભારી તરીકે નિયુકત કર્યા હતા.ભારત તિબેટ સંયોગ મંચ સૌરાષ્ટ્ર વિભાગ, રાજકોટ જિલ્લાના અધ્યક્ષ તરીકે જયોતીબેન લાખાણીને, જીલ્લા મહામંત્રી તરીકે રક્ષાબેન જોષીને અને પ્રચાર- પ્રસાર વિભાગમાં ડો.નીતુબેન કનારાને જવાબદારીઓની સોંપણી કરવામાં આવી હતી. આ તકે નિતીનભાઈ ભુત, રઘુભાઈ ધોળકિયા, રાજેન્દ્રસિંહ રાણા, ડી.બી. ખીમસુરીયા, સંજયભાઈ ગઢવી, ડો.ઉન્નતીબેન ચાવડા, અલ્કાબેન કામદાર, ધારાબેન વૈશ્ણવ, મેહુલભાઈ ધોળકિયા, તૃપ્તીબેન રાજવીર, હિતેશભાઈ ધોલરીયા, અમીતભાઈ રાજયગુરૂ સહીતના ઉપસ્થિત રહયા હતા.

(2:47 pm IST)