Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

બાર. કાઉ.ના પુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલના પુત્રના લગ્ન રંગેચંગે સંપન્ન

નવદંપતિ ચિ. સૌમીલ અને ચિ. દિશાને સંસદસભ્યો, ધારાસભ્યો, ન્યાયધીશો, ઉદ્યોગપતિઓ, વકીલો, પોલીસ અધિકારી, સહકારી આગેવાનો, અધિકારીઓ દ્વારા આર્શિવાદ અપાયાઃ પટેલ પરિવાર અને કોઠારી પરિવાર એક તાંતણે બંધાયા

રાજકોટ તા.૨: ગુજરાત બાર. કાઉન્સીલના પુર્વ ચેરમેન અને જાણીતા એડવોકેટ દિલીપભાઇ પટેલના પુત્ર ચિ. સૌમીલના પલ્લવીબેન તથા મહેશભાઇ ચંદુલાલ કોઠારીની પુત્રી ચિ. દિશા સાથે ધામધુમથી શુભલગ્ન તા. ૨૮/૪/૧૮નાં રોજ રાજકોટ ખાતે યોજાયા હતા. તેમજ નવદંપતિનો સત્કાર સમારંભ તા. ૨૯/૪/૧૮ અને રવિવારના રોજ ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલી કોકોનેટ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.

રાજકોટ શહેરનાં જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ પટેલનાં પુત્ર સૌમીલના રીસેપ્શનમાં રાજકોટ શહેરના નામાંકીત લોકો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. અને રીસેપ્શનમાં મેળાવડો જામેલ હતો. કર્ણાટકના ગર્વનર શ્રી વજુભાઇ વાળા તેમના પી.એ. તેજસ ભટ્ટી સાથે પધારેલ અને લાંબો સમય બેસેલ અને કાર્યકર્તાને મળેલ હતા. રાજકોટ શહેરના  ડીસ્ટ્રીકટ જજ શ્રી દેસાઇ એડી. સેશન્સ જજ શ્રી બાબી, કોમર્શીયલ કોર્ટના જજશ્રી ઓડેદરા ડીસા એડી. સેશન્સ જજ શ્રી સમીર વ્યાસ,  અમદાવાદ સી.બી.આઇ કોર્ટના ડીસ્ટ્રીકટ જજ શ્રી પી.જી. ગોકાણી, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, એડી. પો. કમીશ્નર શ્રી ભટ્ટ, વિકાસ બોર્ડના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા પરિવાર સાથે ઉપસ્થિત રહેલ હતા.

રાજકોટ શહેરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રૈેયાણી, પુર્વ રાજયમંત્રી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અકીલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, આજકાલ પરિવારના મોભી શ્રી ચંદ્રેશભાઇ જેઠાણી, મુખ્યમંત્રી પરિવારના અંજલીબેન રૂપાણી, પ્રવિણભાઇ રૂપાણી, મેહુલ રૂપાણી, પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ગોૈસેવા ચેરમેન વલ્લભભાઇ કથીરીયા, ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ગુજરાત પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, ડે. મેયર દર્શીતાબેન શાહ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, જીલ્લા પ્રમુખ ડી.કે. સખીયા તથા માજી. ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા, ભાનુબેન બાબરીયા, માધુભાઇ બાબરીયા સહિતાના હાજર રહેલ હતા.

બાર કાઉન્સીલના પુર્વ ચેરમેન જે.જે. પટેલ, ભરતભાઇ ભગત, મેમ્બર કરણસિંહ વાઘેલા, દિપેન દવે, બારોટભાઇ, બકુલેશ પંડયા, તથા રીટાયર્ડ ડીસ્ટ્રીકટ જજ શ્રી સી.એચ. પટેલ, બક્ષી, શ્રી ગોહીલ, રાજયગુરૂ, ચોેહાણ, જીવન બેંકના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન નલીનભાઇ વસા, રાજ બેંકના અધ્યક્ષ કમલભાઇ ધામી, આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ. પુરૂષોતમ પીપળીયા, પુર્વ બી.જે.પી. અધ્યક્ષ ભીખાભાઇ વસોયા, કશ્યપ શુકલ, મેહુલભાઇ શુકલ, સીટી ન્યુઝના માલીક નીતીનભાઇ નથવાણી, ડો. હાપાણી, રાજકોટ બારના પ્રમુખ અનીલ દેસાઇ, જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા સહિતના તમામ સરકારી વકીલો, બાન લેબના માલીક મોૈલેશભાઇ ઉકાણી, કલાસીસ વાળા, સ્મીત કનેરીયા, મહેન્દ્રભાઇ ફળદુ, ડીસ્ટ્રીકટ બેંકના ડીરેકટર અરવિંદભાઇ તાળા, લો કમીશનના મેમ્બરશ્રી અભય ભારદ્વાજ ફેમીલી તથા ભુપત બોદર ફેમીલી તથા લોધીકા સંઘના ચેરમેન નીતીન ઢાંકેચા, ભાનુભાઇ મહેતા, વીરેન્દ્રસિંહ ઝાલા, આપાગીગાના મહંત, નરેન્દ્રબાપુ, ભાજપ પરિવાર, કોર્પોરેટરો, સમાજના શ્રેષ્ઠી, પોલીસ અધિકારીઓ, કોંગ્રેસ અગ્રણી જસવંતસિંહ ભટ્ટી, લાભુભાઇ ખીમાણીયા, ઘનશ્યામ હેરભા સહિતના અનેક નામી અનામી, અગ્રણી રીસેપ્શનમાં આવેલ હતા.

એડવોકેટ દિલીપ પટેલ પરિવારના કાનજીભાઇ પટેલ, વસંતબેન પટેલ, ભાવનાબેન પટેલ, રીપલ પટેલ, ભારતીબેન પટેલ, ખુશાલી પટેલ, માલાબેન પટેલ, હીરેન સોજીત્રા, સંકેત પટેલ, સંજયકુમાર ગોંડલીયા, દિવ્યા પટેલ, અનીલ પટેલ, વેવાઇ મહેશભાઇ કોઠારી પરિવાર, નારણભાઇ દુધાત્રા પરિવાર સૌમીલ તથા દિશાના રીસેપ્શનમાં મિત્રો, સગા શુભેચ્છકો શહેરના શ્રેષ્ઠીઓ નવયુગલને આર્શિવાદ આપવા ઉમટી પડલ હતા.

આ રીસેપ્શનમાં અભય ભારદ્વાજ તથા ભુપતભાઇ બોદર, રાજુ કીકાણી ખડેપગે ઉભા રહેલ હતા.

(2:46 pm IST)