Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જુનમાં સિંધી સમાજનો જીવનસાથી પસંદગી મેળો

સિંધી સમાજ દ્વારા મેરેજ બ્યુરો કાર્યરતઃ ઉમેદવારોએ નામ નોંધાવી દેવા

 રાજકોટઃ તા.૨, સિંધી સમાજ મેરેજ બ્યુરો- રાજકોટ દ્વારા સંધી સમાજના  લગ્ન લાયક ઉમેદવારો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી હેતુ મેરેજ બ્યુરો સ્વામી ટેઉરામ સિંધી હાઇસ્કુલ બિલ્ડીંગ ઝુલેલાલ મંદીર પાસે ચલાવવામાં આવે છે. આ વખતે સિંધી સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં  તા.૧૦ જુનના રવિવારના રોજ યોજવામાં આવનાર છે. 

આ સિંધી સમાજ મેળામાં માત્ર સિંધી સમાજના ઉમેદવારો જ ભાગ લઇ શકશે. ભાગ લેવા માટે યુવકો સ્નાતક (ગ્રેજયુએટ) હોવા જરૂરી છે. યુવતિઓ માટે કોઇ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલ નથી. ઉમેદવારોએ પોતાની બાયોડેટા અને પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા સાથે સાથે તા.૨૫ સુધીમાં મોકલી દેવા.

 ફોર્મનું સ્થળઃ શ્યામ સુંદર ચંદીરામણી 'સાઇ સુંદરમ' ૨/૬ મારૂતીનગર એરપોર્ટ રોડ રાજકોટ. મેળાનું સ્થળઃ સ્વામી ટેઉંરામ સિંધી હાઇસ્કુલ બિલ્ડીંગ, ઝુલેલાલ મંદીર પાસે, સિંધી કોલોની રાજકોટ વધુ વિગતો માટે કુંદનદાસ લોંગાણી મો-૯૪૨૭૭ ૨૦૦૫૦ જવાહરભાઇ માટા મો.૯૪૨૭૨ ૩૭૪૬૨ શ્યામસુંદર ચંદીરામણી,(મો-૮૭૩૫૦૮૮૮૮૯)

 કાર્યક્રમને સફળ બનાવવા કુંદનદાસ લોંગાણી, જવાહરભાઇ માટા, રમેશભાઇ  મોટવાણી, શ્યામ સુંદર ચંદીરામણી, શ્યામભાઇ મોહનાણી , ઇશ્વરદાસ દાસવાણી, મોહનભાઇ મોટવાણી, ગંગારામ ધિરવાણી, વિનોદભાઇ લેખાણી, નાનકભાઇ મોટવાણી વગેેરે જહેમત કરી રહયા છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:45 pm IST)