Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર કોળી શખ્સ જીજ્ઞેશ ઉર્ફ ટીટો જાદવ ઝડપાયો

સગીરાને ૧ માર્ચના ભગાડી જઇ ગત ૨૫મીએ મુકીને ભાગી ગયો'તો : તેને મદદ કરનાર માતા ભાનુ જાદવ અને મિત્રો પાર્થ ખાચર તથા હિતેષ જાંબુકીયાને પણ થોરાળા પોલીસે પકડ્યાઃ પોસ્કોની કલમનો ઉમેરો

રાજકોટ તા. ૨: ભાવનગર રોડ પર ફાયર બ્રિગેડ પાછળ મનહરપરામાં રહેતો જીજ્ઞેશ ઉર્ફ ટીટો ગોવિંદભાઇ જાદવ (ઉ.૨૪) નામનો કોળી શખ્સ તા. ૧ માર્ચના રોજ ૧૬ વર્ષ ૬ માસની વય ધરાવતી સગીરાને ભગાડી જતાં અપહરણનો ગુનો નોંધાયો હતો. સગીરાને ગત ૨૫મીએ આ શખ્સ રાજકોટ માંડા ડુંગર પાસે મુકીને ભાગી ગયો હતો. તે ગત સાંજે તેના ઘરે આવ્યાની બાતમી મળતાં તેની ધરપકડ કરી છે. પોલીસે બળાત્કાર અને પોસ્કોની કલમનો પણ ઉમેરો કર્યો છે.

જીજ્ઞેશ ઉર્ફ ટીટો સગીરા સાથે ફરાર રહ્યો એ દરમિયાન તેને તેની માતા ભાનુબેન ગોવિદભાઇ જાદવ (ઉ.૫૦) તેમજ બે મિત્રો પાર્થ કનુભાઇ ખાચર (ઉ.૨૨-રહે. પરાસર પાર્ક, વ્હોરા સોસાયટી) અને હિતેષ ઉર્ફ હીતો કનુભાઇ જાંબુકીયા (ઉ.૨૧-રહે. બેડીપરા શ્રમજીવી-૨) સતત મદદ કરતાં હોવાનું ખુલતાં આ ત્રણેયની પણ ધરપકડ કરવામાં આવી છે. જીજ્ઞેશ સગીરાને લઇને ભાગ્યો ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે, રીબડા નજીક નર્સરીમાં તેમજ માંડા ડુંગર આસપાસ રખડતો રહ્યો હતો. પી.આઇ. એન. એન. ચુડાસમા, ભરતસિંહ પરમાર, અજીતભાઇ ડાભી અને ટીમ વધુ તપાસ કરે છે.

(1:18 pm IST)