Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આયાતકાર પાસેથી ટાયરનું કન્સાઇનમેન્ટ કલીયર કરવા માટે ૫૦ લાખની લાંચ મંગાઇઃ કસ્ટમ્સ અધિકારીને પાંચ લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવાયા

સીબીઆઇએ દાદરી-નોઇડાના ડે. કમિ. શશીકાંતને ઝડપી લીધા બાદ અન્ય ૪ ડે. કમિ.ની પણ ધરપકડઃ નિવાસ સ્થાનેથી કરોડોની સ્થાવર જંગમ મિલ્કત મળી

રાજકોટ તા. ૧: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનની ટુકડીએ આજે ડેપ્યુટી કમિશ્નર (કસ્ટમ્સ) શશીકાંતને પાંચ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. તેઓ નોઇડાના દાદરીમાં આઇસીડીમાં નિમણુંક ધરાવે છે. ટાયરનું કન્સાઇનમેન્ટ કલીયર કરી આપવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી. એક કિલો વજનની સોનાની ઇંટ તેની કિંમત ૩૦ લાખ થવા જાય છે તે ઇંટ, રૃપિયા ૧૪.૭૩ લાખ રોકડા, સિલ્વર અને ડાયમંડની જ્વેલરી સહિત કરોડો રૃપિયાની સ્થાવર જંગમ મિલ્કત સર્ચ ઓપરેશન દરમિયાન શશીકાંતના ઘેરથી સીબીઆઇએ સીઝ કરી છે. સીએચએ શશી ગુપ્તા (શાર્પ ટ્રાવેલ ઇન્ડિયા પ્રા.લી.) અને નરેન્દ્રકુમાર ચગ (અબાન એકઝીમ પ્રા.લી.)ની પણ સીબીઆઇ ઓપરેશન દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ્સના ૪ ડેપ્યુટી કમિશ્નર કે જેઓ નહાવાસેવા બંદર ઉપર ફરજ બજાવે છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા અધિકારીઓમાં મુકેશ મીના, રાજીવકુમાર સિંઘ, સુદર્શન મીના, સંદિપ યાદવ, મનીષ સિંઘ, નિલેશ સિંઘ અને એક ખાનગી માણસની પણ ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઇએ પ૦ લાખની લાંચની માંગણી સંદર્ભે ગુનો નોંધ્યો છે. સીબીઆઇએ છટકુ ગોઠવી બે ડેપ્યુટી કમિશ્નર અને એક ખાનગી વ્યકિતને પાંચ લાખની લાંચનો પહેલો હપ્તો સ્વીકારતા ઝઢપી લીધા હતાં. અધિકારીઓના નિવાસસ્થાન અને ઓફિસોમાં તપાસ ચાલુ છે. ધરપકડ કરાયેલા અધિકારીઓ અને અન્યોને આજે મુંબઇની કોર્ટમાં ખડા કરાશે.

 

(4:53 pm IST)