Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દબાણ હટાવ ઝુંબેશ

શહેરના વિવિધ રસ્તાઓ પરથી છેલ્લા ૪ દિ'માં ૩૫ રેંકડી - કેબીન હટાવાયા

૩૦૮ કિલો શાકભાજી - ફળો જપ્તઃ ૩૬ હજારનો દંડ

રાજકોટ તા. ૧ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૩ દિવસથી શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૩૫ રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૩૦૮ કિલો શાકભાજી-ફળો, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની તેમજ ૩૬ હજારનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

 

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૨૧ રેંકડી-કેબીનો મવડી રોડ, સોની બજાર, રૈયા રોડ, આનંદ બંગલા, જયુબેલી, ઢેબર રોડ, લાખાજીરાજ રોડ તેમજ ગોંડલ ચોકડી વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૧૪ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે હોસ્પિટલ ચોક, જયુબેલી અને ત્રિકોણ બાગ વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૩૦૮ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, આનંદ બંગલા ચોક અને ચંદ્રેશનગર પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂા. ૩૫,૮૫૦ વહીવટી ચાર્જ મવડી રોડ, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ, જંકશન, એરપોર્ટ રોડ, રેસકોર્ષ, મોરબી રોડ, યાજ્ઞિક રોડ, ભાવનગર રોડ, યુનિ. રોડ અને ગોંડલ રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના ૦૧ બાપા સીતારામ હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. નડતરરૂપ એવા ૭૦ બોર્ડ-બેનરો યુનિ. રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.(૨૧.૩૧)

(4:11 pm IST)