Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

શહેર જીલ્લાના ૩૧ કલાર્કની બદલીનો ઘાણવો કાઢતા કલેકટર રેમ્યા મોહન

રાજકોટ-જસદણ-વિંછીયા-જેતપુર કોટડાસાંગાણીમાં કચેરીઓમાં બદલીનાં હુકમો

રાજકોટ, તા. ર : જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન દ્વારા ગઇરાતે એક સાથે ૩૧ કલાર્કની બદલીનો ઘાણવો કાઢયો છે. જેમાં રાજકોટ શહેર ઉપરાંત જસદણ-વિંછીયા-જેતપુર કોટડાસાંગાણીના કલાર્કનો સમાવેશ થાય છે.

કલેકટરશ્રીની સુચનાથી જે ૩૧ કલાર્કની બદલીઓ થઇ છે. તેમાં રાજકોટ પશ્ચિમ મામલતદારના બી.ડી. પરમારની કોટડાસાંગાણી, બી.કે. રાતડિયાની પડધરી ખાતે, પ્રાંત કચેરીનાં જુલીબેન કાકડિયાની પુરવઠા કચેરીમાં, પૂર્વ મામલતદારનાં જયોતિબા જાડેજાની જીલ્લા આયોજન કચેરી ખાતે, પશ્ચિમ મામલતદારના એસ.એસ. જાડેજા, તાલુકા મામલતદાર કચેરીમાં, પુરવઠા કચેરીના દિશાબેન ધમલની પ્રાંત કચેરીમાં પુરવઠાના આર.પી. ગોહિલની પશ્ચિમ મામલતદારમાં ચાંદનીબેન પરમારની પૂર્વ મામલતદાર કચેરીમાં, ચૂંટણીના જે. આર. રાણાની પુરવઠા કચેરીમાં એચ.જે. ભૂતની યુ.એલ.સી.માં વગેરે સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

(3:25 pm IST)