Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સામાકાંઠાની વેરા આવકમાં જબ્બર વધારોઃ ટાર્ગેટ ૧૦૦ ટકા પુર્ણ

ઇસ્ટઝોન વેરા શાખાએ ૩૮.૭ર કરોડનાં ટાર્ગેટ સામે ૩૮.૯૪ કરોડ ભેગા કર્યાઃ વેસ્ટ ઝોનમાં ૮૭.૧૪ કરોડનાં ટાર્ગેટ સામે ૮૩.૬૪ કરોડની આવકઃ સેન્ટ્રલ ઝોનમાં પ૭.પ૪ કરોડનાં ટાર્ગેટ સામે પ૦.૪૯ કરોડની આવક

રાજકોટ, તા., ૨: ર૦ર૦-ર૧ નું નાણાકીય વર્ષ ગઇકાલે પુર્ણ થયું છે. ત્યારે મ.ન.પા.ની મિલ્કત વેરા આવકમાં સામાકાંઠો એટલે કે ઇસ્ટઝોનમાં વેરા આવકનો ટાર્ગેટ ૧૦૦ ટકા પુર્ણ થયાનું ખુલ્યું છે.

મનપાની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧માં ર,૬૮,૧૪૨ કરદાતાઓએ અંદાજીત કુલ ૧૯૧ કરોડનો મિલ્કત વેરો તંત્રની તીજોરીમાં ઠાલવ્યો છે.

વેરા શાખામાં નોંધાયેલ  વિગતો મુજબ ત્રણેય ઝોનમાં કયાં વોર્ડમાં કેટલી આવક થવા પામી છે તેની વિસ્તૃત વિગતો આ મુજબ છે.

સેન્ટ્રલ ઝોન

વોર્ડ નં. ર માં ૧૪,૭૭૬ કરદાતાઓએ ૧ર.૧૯ કરોડ, વોર્ડ નં. ૩ માં ૧ર,૦૯૬એ પ.૨૩ કરોડ, વોર્ડનં. ૭ માં ૩ર,૬૪૪ કરદાતાઓએ ર૬.૯૭ કરોડ, વોર્ડ નં. ૧૩ માં ૧૪,રરપ કરદાતાઓએ ૧૦.ર૧ કરોડ, વોર્ડ નં. ૧૪ માં ૧૪,૦૧૮ લોકોએ ૭.૧૬ કરોડ, તથા વોર્ડ નં. ૧૭માં ૧૦,૧પ૮ મિલ્કતધારકોએ પ.૦૪ કરોડનો વેરો ભર્યો છે. આ ઝોનમાં કુલ ૯૭, ૯૧૭ કરદાતાઓ દ્વારા રૂ.૬૬.૮ર કરોડની આવક થવા પામી છે. આ ઝોનમાં ૭૦.૪૭ કરોડના લક્ષ્યાંક સામે ૬૬.૮ર કરોડ થવા પામતા ૯૪.૮ર ટકાની વસુલાત થઇ છે. ગત વર્ષે આ ઝોનમાં ૬૭.ર૮ કરોડથી આવક થઇ હતી.

વેસ્ટ ઝોન

વોર્ડ નં. ૧ ના ૧પ,૬૪૩ મિલ્કત ધારકોએ ૭.૩૭ કરોડ, વોર્ડ નં. ૮ ના ૧૯,૯૪પ  કરદાતાઓએ ૧૮.૮૪ કરોડ, વોર્ડ નં. ૯ માં ર૧,૯પ૮ લોકોએ ૧ર.૧પ કરોડ, વોર્ડ નં. ૧૦ના ર૦,૬૬ર મકાન ધારકોએ ૧૬.૦૬ કરોડ, વોર્ડ નં. ૧૧ ના રર,૬૪૦ કરદાતાઓએ  ૧૪.પર કરોડ તથા વોર્ડ નં. ૧રના ૧૭,૩૩૧ કરદાતાઓએ રૂ. ૧૪.૬૯ કરોડ સહીત કુલ ૧,૧૮,૧૭૯ કરદાતાઓએ ૮૩.૬પ કરોડનો વેરો ભર્યો છે. આ ઝોનમાં ૮૭.૧૪ લાખના લક્ષ્યાંક સામે ૯પ.૯૯ ટકાની વસુલાત થવા પામી છે.

ઇસ્ટ ઝોન

સામા કાંઠાના વોર્ડ નં. ૪માં ૧૦,૪પ૪ કરદાતાઓએ ૮.૩૧ કરોડ, વોર્ડ ન. પ માં ૯,૧ર૩ મિલ્કત ધારકોએ પ.૪૭ કરોડ, વોર્ડ નં. ૬ માં ૭,૭૧૭ લોકોએ પ.૩પ કરોડ, વોર્ડ નં. ૧પ માં ૪,૮૦૪ કરદાતાઓએ ૬.૧૧ કરોડ, વોર્ડ નં. ૧૬માં ૭,૩૭૬ મિલ્કત ધારકોએ ૪.ર૭ કરોડ તથા વોર્ડ નં. ૧૮માં ર્૧ર,પ૭ર કરદાતાઓએ ૯.૪૦ કરોડ સહીત કુલ પર,૦૪૬ મિલ્કત ધારકોએ રૂ. ૩૮.૯૩ કરોડનો વેરો ભર્યો છે. આ ઝોનમાં ગત વર્ષે ૩૬.૧૯ કરોડની વેરા આવક થવા પામી હતી. આ વર્ષે ઇસ્ટ ઝોનમાં ૩૮.૭ર કરોડના લક્ષ્યાંક સામે ૧૦૦.પ૭ ટકાની વેરા વસુલાત  થઇ છે.

(3:12 pm IST)