Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કપરા સંજોગોમાં રેશનકાર્ડ ધારકોને રાશન વધુ જરૂરી

તંત્ર વ્યવસ્થા ગોઠવેઃ અતુલ રાજાણી

રાજકોટ તા. ર : વર્તમાન લોકડાઉનથી સ્થીતીમાં તમામ રેશનકાર્ડ ધારકોને અનાજ, કઠોળ રાશન મળવુ જોઇએ અને તે માટે સરકાર વ્યવસ્થા કરે તેવી માંગ કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ ઉઠાવી છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના દંડક અતુલ રાજાણીની યાદીમાં જણાવાયું છેકે રાજયભરમાં દરેક રેશનકાર્ડ ધારકોએ 'મફત' રાશન અપાશે તેવી જાહેરાત મુખ્યમંત્રીએ કરેલ તે પોકળ સાબિત થઇ હતી.

હાલમાં રાજયમાં બીપીએલ એટલે કે ગરીબી રેખાની નીચે જીવતા કુટુમ્બ પણ રાજય સરકાર કહે છે કે હવે રાજયમાં કોઇ ગરીબ નથી બધાને અમે રોજગારી આપી છે ગુજરાતનો વિકાસ કર્યો છે. અને પરિણામે મોટા ભાગના બીપીએલ કાર્ડ ધીમે ધીમે એપીએલ (ગરીબી રેખાની ઉપર જીવતા કુટુમ્બો) ગણીને પરિવર્તિત કર્યા બધા બીપીએલમાંથી એપીએલના સિકકા મારી દીધા આમ હવ ેબીપીએલ કાર્ડ ધરાવતા લોક આંગળીના વેઢે ગણાય તેટલા લોકો છ.ેઆવા કપરા સમયમાં તમામ રાશનકાર્ડ ધારકોને રાશન આપવા સરકારે વ્યવસ્થા કરાવવી જોઇએ.

(4:18 pm IST)