Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

અલમીન ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૫ દિ'થી ૧૧ હજાર ફૂડ પેકેટનુ વિતરણ

ટ્રસ્ટમાં કામગીરી કરતા સેવકોનો જુસ્સો વધારવા સમાજના શ્રેષ્ઠીઓ તથા સરકારી અધિકારીઓ મુલાકાતઃ સાવચેતીની અપિલ

રાજકોટ,તા.૨: અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ શહેરમાં વોર્ડ નં.૧૫ના જુદા-જુદા વિસ્તારોમાં દરરોજ છેલ્લા ૫ દિવસથી વોર્ડની શેરીઓમાં ફરી ફૂડ પેકેટ અને ટીફીન ઘરે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા સંસ્થાના સ્થાપક વશરામભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવેલ છે. આ વોર્ડમાં તા.૨૯ થી આજ સુધી દરરોજ ૧૧ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં ાવ્યુ હતુ.

છેલ્લા ૪ દિવસમાં આ ટ્રસ્ટના રસોડે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ વાસુરભાઈ ભમ્ભાની, કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી, પ્રવીણભાઈ સોરાણી, રામભાઈ આહીર, સી.ડી.ચાવડા સાહેબ, હરજીભાઈ બથવાર, નંદલાલભાઈ બથવાર, માધુભાઈ ગોહેલ, ડી.કે. વાઘેલા, જયસુખભાઈ ખીમસુરીયા, થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી હડિયા , પી.એઅ.આઇ શ્રી જાદવ, હેડ કોન્સ્ટેબલ નરસંગભાઈ ગઢવી, કોન્સ્ટેબલ વિજયભાઈ મહેતા તેમજ કોર્પોરેશનના ઈશ્વરભાઈ સોલંકી, રાજુભાઈ મકવાણા સહિતના જુદા-જુદા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહી કામ કરનાર દરેક સ્વંયસેવક ભાઈ-બહેનને રૂબરૂ મળી સેવા કરવા બદલ બિરદાવેલ છે તેમજ કોરોના વાઈરસ સામે સાવચેતીના પગલા રાખવા અને સચેત રહેવાના પગલાઓ જણાવેલ છે .

આ રાહત કામગીરીમાં ટ્રસ્ટના સ્થાપક વશરામભાઈ સાગઠીયા, પ્રમુખ બીપીનભાઈ સાગઠીયા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, વશરામભાઈ ચાંડપા, હીરાલાલ પરમાર,  રમેશભાઈ બથવાર, પુનાભાઈ ચાવડા, બાબુભાઈ વાદ્યેલા, તુલસીભાઈ મકવાણા, વિજયભાઈ સોલંકી, વિજયભાઈ રામકબીર, હીરાભાઈ ચાવડા, બીપીનભાઈ રાઠોડ, રામદેવસિંહ વાઘેલા, ચંદુભાઈ સાગઠીયા, વિશાલ ચાવડા, હરેશભાઈ સોલંકી, મૌલિક મકવાણા, નિખીલ પીપળીયા, વિપુલભાઈ રાઠોડ, નરેશભાઈ દવેરા, પરસોતમભાઈ પરમાર, વરુણ જામ્બુકિયા, સાગઠીયા ધર્મેશ, લલિત પરમાર, સુભાષભાઈ સાગઠીયા, મેસુરભાઈ સાગઠીયા, રાજુભાઈ સોલંકી, રમેશભાઈ પાંચલ, ભરતભાઈ સાગઠીયા મહિલા સેવકો મનીષાબેન સોલંકી, ભાવનાબેન બગદડીયા, વર્ષાબેન દ્યરાજીયા, હીરાબેન જીંજરીયા, રાણીબેન સોલંકી, પુનમબેન સોલંકી, આઈશાબેન સમા, રજીયાબેન સમા, ગીતાબેન ધરજીયા, પુજાબેન સોલંકી, જમનાબેન પરમાર, ગંગાબેન સોલંકી વગેરે સેવા આપી રહ્યા છે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(4:16 pm IST)