Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

સિવિલ હોસ્પિટલના તબીબો- નર્સીંગ સ્ટાફ ઈચ્છે તો ભાભા હોટલમાં પણ રહી શકશે

૧૪ દિવસ તબીબી સ્ટાફ પોતાના પરિવાથી અલગ રહેશેઃ સાવચેતીના ભાગરૂપે પગલા

રાજકોટ,તા.૨: લોકડાઉનમાં તબીબો તેમજ નર્સીંગ સ્ટાફ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે.  તબીબી સ્ટાફને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઓન ડયુટીના સમયે પોતાના ઘરની જગ્યાએ હોટલમાં પણ રહી શકશે. ૧૪ દિવસ કવોરન્ટાઈનના સમય દરમ્યાન સાવચેતીના ભાગરૂપે તબીબી સ્ટાફ માટે ભાભા હોટલમાં રહેવાની વ્યવસ્થા કરાયાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી મનિષ મહેતાએ જણાવ્યું છે.

રાજકોટના તબીબો અને નર્સીંગ સ્ટાફ જો ઈચ્છે તો ભાભા હોટલમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. પોતાના  પરિવારને ચેપ કે ઈન્ફેકશન ન લાગે તે માટે સાવચેતીના પગલારૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ સાત દિવસ ઓન ડયુટી અને સાત દિવસ કવોરન્ટાઈનના સમયે એટલે કુલ ૧૪ દિવસ તબીબી સ્ટાફ પરિવારજનોથી અલગ રહેશે.

(3:56 pm IST)