Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મુખ્યમંત્રીની વાત જુદી અને અમલવારીના આદેશો પણ જુદા : ઇન્દ્રનીલ રાજગુરૂ

રાશન મેળવવા લોકોને રઝળપાટ : કાલે પ્રતિક આંદોલન

રાજકોટ તા. ૨ : ખોટી સરકાર હંમેશા અધોગતી નોતરે છે. ત્યારે હાલ આવો જ તાસીરો સર્જાયાનું સામાજીક અગ્રણી ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ એક યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવેલ છે કે વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ ગરીબ અને જરૂરતમંદ દરેક લોકોને અનાજ કરીયાણા સહીતની જીવન જરૂરી વસ્તુઓ આપવાની જાહેરાત કરી હતી. જયારે મજબુરવશ થયેલા લોકો આ વસ્તુ લેવા માટે ગયા તો માત્ર ખાંડ અને મીઠુ આપીને રવાના કરી દેવાયાના અનેક કિસ્સા બહાર આવેલ છે. મુખ્યમંત્રી વાત કરે એ જુદુ અને અમલવારીના આદેશોમાં પણ હકીકત જુદી. આવુ કેમ ચાલે?

વડાપ્રધાન અને મુખ્યમંત્રી રાહત ફંડ એકઠુ કરે જેને વિરોધપક્ષ ઓડીટ પણ ન કરી શકે તે વ્યવસ્થા સામે પણ સવાલો અનઉત્તર રહ્યા છે.

ગરીબો જ નહીં દરેક જરૂરતમંદને મદદ પહોંચાડવા કાલે સવારે ૧૧ વાગ્યે પ્રતિક આંદોલનના મંડાણ કરાશે. કોરોના વાયરસની અમલવારી ધ્યાને લઇ ૨૪ લોકો કલેકટર કચેરીએ જઇ વિરોધ પ્રદર્શિત કરશે. તેમ ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ (મો.૯૮૨૪૦ ૪૩૭૦૩) ની યાદીમાં જણાવાયુ છે.

(3:42 pm IST)