Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

લોધીકા-પડધરી ચેકપોસ્ટની મુલાકાતે રાજકોટ રૂરલ એસ.પી.બલરામ મીણા

ખીરસરા : ''કોરોના'' વાયરસ સંદર્ભે લોકડાઉનના જાહેરાત બાદ આજે રાજકોટ રૂરલ એસ.પી. બલરામ મીણાએ પડધરી-લોધીકા વિસ્તારની ચેક પોસ્ટની મુલાકાત લીધી હતી. આ તકે એલ.સી.બી. પી.આઇ. એમ. એન. રાણા, પી.એસ.આઇ. એચ. એમ. ધાંધલ તથા ચેકપોસ્ટના એ.એસ.આઇ., પોલીસ કોન્સ્ટેબલ જી.આર.ડી. જવાનોને બંદોબસ્તને લગતી સુચનાઓ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ આપી હતી.

(3:41 pm IST)