Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રાજકોટના ગુરૂદ્વારાથી ચાલતો અવિરત સેવાયજ્ઞ

દરરોજ ૧૦ હજારથી વધુ લોકોને ભોજનના પાર્સલ પહોંચાડતો શીખસમાજ : ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફૂડપેકેટ વિતરણ : જરૂરીયાતમંદોએ લાભ લેવા અપીલ

રાજકોટ, તા. ૨ : રંગીલા રાજકોટ માટે એવું કહેવાય છે કે રાજકોટ તો સેવાની નગરી છે આ કપરા સમયમાં અને વિકટ પરિસ્થિતિમાં રાજકોટે ખરેખર સાબિત કરી આપ્યું છે. શહેરમાં બહુ જ ઓછી વસ્તી ધરાવતો સમાજ એટલે શીખ સમાજ. ભારત જ નહી દુનિયાનાં અન્ય દેશોમાં શીખ સમાજ લંગર સેવા માટે જાણીતો છે. હરીસીંઘ સુચરીયાને ૯ ભાઈઓ છે. સેન્ડી હોમ અને એપ્લાયન્સીસ કંપનીના તેઓ માલીક છે. તેમનાં દવારા છેલ્લા ૬ મહીનાથી તેમની કંપનીનાં ૬૦૦ કામદાર ભાઈઓ બહેનોને નિઃશુલ્ક જમાડવામાં પણ આવી રહયા છે.

તેમનાં દ્વારા ખાસ જણાવવામાં આવેલ કે રેસકોર્ષ પાસે ગુરૂદ્વારા છે તેમાં લંગર ચાલે છે તથા સાંજે ૭ થી ૮ કીર્તન દરરોજ ચાલે છે. હાલમાં રેસકોર્ષ રીંગ રોડ ઉપર બેન્ક ઓફ ઈન્ડીયા બીલ્ડીંગ વાળી શેરીમાં ગુરૂદ્વારાથી ફૂડ પેકટ બનાવવાનું કાર્ય ર૪* ૭ ચાલુ હતુ જેમાં દરરોજ ૧૦ હજારથી વધુ લોકોને નિઃશુલ્ક ભોજનનાં ફડ પેકેટ બપોરે તથા રાત્રે વિતરણનું કાર્ય સમાજની સેવાભાવી સંસ્થાઓનાં ભાઈઓ તથા બહેનો દ્વારા સતત ચાલુ હતું. તા. ૨ એપ્રિલથી આ કાર્ય ભાટીયા બોર્ડીગ જંકશન પ્લોટ થી શરૂ કરવામાં આવનાર છે. રાજકોટની નામી અનામી સંસ્થાઓ આવે અને કહે અમારે આ ઝૂંપડપટીમાં કે પછી અન્ય પછાત વિસ્તારમાં જરૂરીયાતમંદોને ભોજન આપવું છે કે ફૂડ પેકેટ આપવા છે એટલે તરત જ તેઓને વિનાસંકોચે ફડ પેકેટ આપી દેવામાં આવતા હોવાનું યાદીમાં જણાવાયુ છે.

આ સર્વ કાર્યને સાર્થક કરવા હરીસીઘ સૂચરીયા, સમશેરસીંઘ સૂચરીયા, ભગતસીંઘ સુચરીયા, નિર્મલકોર સૂચરીયા, જીગજીત સૂચરીયા તથા સુચરીયા પરેવારનાં સર્વે સભ્યો નાના બાળક માંડીને મોટા, ડેનીસભાઈ આડેસરા, પાર્થભાઈ મકાતી, ગૌરાંગભાઈ મણીયાર, મીહીરભાઈ મણીયાર,મીતલભાઈ ખેતાણી, ધીરૂભાઈ કાનાબાર, વીકીભાઈ ગીધવાણી, કબીરસીંઘ ખાલસા, કાર્તીકભાઈ સોનેજી, જસ્મીનભાઈ સાંગાણી, નીલેશભાઈ અડવાણી, અમરભાઈ અઢીયા, અશ્વીનભાઈ હાપલીયા, રાકેશભાઈ પોપટ કાર્ય કરી રહયા છે. વધુ વિગતો માટે હરીસીંગ સૂચરીયા - ૯૮૨૫૦ ૭૫૫૧૮, સમશેરસીગ સૂચરીયા - ૯૮૨૫૦૭૬૧૯૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(1:10 pm IST)