Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રાજકોટનો પ્રથમ કોરોના પોઝીટીવ દર્દીની આજે થઇ ઘર વાપસી

રાજકોટ : રાજકોટમાં પ્રથમ કોરોનાવાયરસ કેસ દર્દી રહે. જંગલેશ્વર રાજકોટ. આ વ્યકિત ફેબ્રુઆરી માસમાં મક્કા મદીના ગયેલ હોય ત્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ સુખી ખાસી અને શ્વાસ લેવા જેવો પ્રોબ્લેમ થતો હોય ગત ૧૭ તારીખના રોજ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તારીખ ૧૮ના રોજ તેમનો રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો હતો તારીખ ૧૯ના રોજ તેમને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો . ત્યારબાદ તેમનેઙ્ગ આઈસોલેશન વોર્ડમાં રાખી ડોકટરની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ ૫ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં ગત તારીખ ૩૧ અને ૧લી તારીખનો રિપોર્ટ નેગેટીવ આવતા આજે સવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.ઙ્ગ

વિડિયો કોન્ફરન્સ દ્વારા સાઇકિયાટ્રિસ્ટ દ્વારા તેમની મનોસ્થિતિ પણ ચેક કરવામાં આવી છે. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે આમ છતાં હજી થોડા દિવસ હોમ કોરોન્ટાઇનમાં રહેવું પડશે.

(11:43 am IST)