Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ફરજ નિષ્ઠાને સલામ : ગર્ભવતી હોવા છતાં રાજકોટ પોલીસની બે મહિલા પોલીસકર્મી ફરજ પર કાર્યરત

પરિવારજનો ચિંતિત પરંતુ રાષ્ટ્રહિત માટે બન્ને મક્કમતાથી ફરજ બજાવે છે

( ઋષિ દવે દ્વારા ) રાજકોટ શહેર પોલીસમાં બે મહિલા પોલીસ ગર્ભવતી હોવા છતાં પોતાની ફરજ નિષ્ઠા પૂર્વ નિભાવીને લોકોને લોકડાઉન દરમ્યાન કોરોનાથી સાવચેત રહેવા સમજાવી રહી છે. શહેર પોલીસ દિવસરાત લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ જરૂરીયાત વિના કામસીવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી રહી છે ત્યારે આ મહિલા પોલીસ કર્મીઓની ફરજ પ્રત્યેની વફાદારીની પ્રસંશા થઇ રહી છે

સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI નસરીન બેલિમને છ મહિના નો ગર્ભ છે તેમજ દુર્ગા શક્તિ ટિમના મહિલા પોલીસ ફઝીના શાહમદદારને 4 મહિનાનો ગર્ભ છે. હાલ લોકડાઉન દરમ્યાન લોકોને જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવા માટે તેઓ અપીલ કરી રહ્યા છે બંને મહિલા પોલીસ કર્મીઓની પીઆઇ સેજલ પટેલ તથા સ્ટાફ એક ઘરના સભ્યની જેમ જ માવજત કરી બંનેની સારસંભાળ રાખી રહ્યા છે. શરૂઆતના દિવસોમાં મહિલાઓનો ઘરે પરિવારજનો ચિંતિત હતા પરંતુ રાષ્ટ્ર માટે બંને મહિલા પોલીસ ફરજ પર મક્કમતાથી રહીને પોતાની તબિયતનું ધ્યાન રાખીને સરાહનીય કાર્ય કરી રહી છે.

(9:25 pm IST)