Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

આજી જી. આઇ.ડી.સી.માં ફાયર સ્ટેશનની તાતી જરૂર : ઉદ્દિત અગ્રવાલની સ્થળ મુલાકાત

રાજકોટ,તા. રઃ  શહેરમાં લોકોને પાયાની સુવિધા મળી રહે અને રાજકોટ સ્માર્ટ સિટી તરીકે ડેવલોપમેન્ટ થાય તે માટે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સતત કાર્યશીલ રહે છે. દરેક ચાલુ કામગીરીની રૂબરૂ મુલાકાત લઇ, કામગીરી અંગેની સમીક્ષા કરે છે. આજે તા. ૦૨-૦૩-૨૦૨૧ ના રોજ આજી જી.આઈ.ડી.સી.ની રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં આજી જી.આઈ.ડી.સી. ખાતેની કોર્પોરેશનની સારી કામગીરી બદલ આજી જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ શાહ દ્વારા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ અને નાયબ મ્યુનિ. કમિશનર બી.જી.પ્રજાપતિને સન્માનિત કરવામાં આવ્યા હતા.આજી જી.આઈ.ડી.સી. ખાતે ડ્રેનેજ પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવતી રોડ રિસ્ટોરેશનની કામગીરી નિહાળી હતી તેમજ આજી જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રીની ફાયર સ્ટેશન આપવાની રજૂઆત હતી જેને મ્યુનિ. કમિશનરશ્રીએ જરૂરી તપાસ કરી કાર્યવાહી કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી.

(4:05 pm IST)
  • કોંગ્રેસના મહિલા મંત્રી હાર્યા : ગણદેવીમાં ભાજપનો જયજયકાર : સી.આર.પાટીલના ગૃહ જિલ્લા નવસારીની ગણદેવી નગરપાલિકાની તમામ ૨૪ બેઠકો ભાજપ જીતી ગયું છેઃ પ્રદેશ મહિલા કોંગ્રેસની પૂર્વ મહિલા કોંગ્રેસ મંત્રી જયોતિબેન દેસાઈ હારી ગયા છે access_time 3:54 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,987 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,39,303 થઇ :એક્ટિવ કેસ 1,67,175 થયા વધુ 13,112 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,10,161 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,385 થયા access_time 1:02 am IST

  • યુરોપિયન યુનિયન દ્વારા હવે ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આવશે: યુરોપીયન દેશોમાં મુસાફરી કરનારાઓ માટે યુરોપીય યુનિયન "ડિજિટલ વેકસીન પાસપોર્ટ" માટે પ્લાન કરી રહ્યાનુ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 10:30 pm IST