Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કુવાડવા રોડ બગીચા પાસેથી એકી-બેકીનો જુગાર રમતા ચાર પકડાયા

રાજકોટઃ  કુવાડવા રોડ પર આવેલા બગીચા પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ અને જયદીપસિંહને બાતમી મળતા પીઆઇ.એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ બી.બી.કોડીયાતર, એ.એસ.આઇ વીરમભાઇ, અજયભાઇ, મનોજભાઇ, હેમેન્દ્રભાઇ, જયદીપસિંહ, સંજયભાઇ, પરેશભાઇ તથા મીતેશભાઇ અને ભાવેશભાઇ સહિતે કુવાડવા રોડ પર બગીચા પાસે દરોડો પાડી ચલણી નોટ નંબર પર એકી -બેકીનો જુગાર રમતા રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે નબરી હરીદાસભાઇ ઠકરાર (રહે. રાજનગર શેરી નં. ૧ મોરબી રોડ,) કિશોર હરેશભાઇ કઠવાડીયા (રહે. જય જવાન જય કિશાન સોસાયટી), બટુક દેવરાજભાઇ ગજેરા, (રહે. રણછોડનગર કુવાડવા રોડ) અને શાન્તી અરજણભાઇ ગજેરા (રહે. રણછોડનગર-૪)

(3:24 pm IST)