Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

આજી જી.આઇ.ડી.સીમાંથી અજાણ્યા યુવાનની ફૂલાયેલી લાશ મળી

યુવાનના ખીસ્સામાંથી અંજારની કંપનીનું આઇકાર્ડ મળ્યુઃ વાલીની શોધ

રાજકોટ, તા.૨: શહેરના આજી જી.આઇ.ડી.સીમાં બંધ કારખાના પાસે અજાણ્યા યુવાનની ફુલાયેલી લાશ મળી આવતા થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ આજી જી.આઇ.ડી.સી.માં ડાયનામેટીક નામના બંધ કારખાના પાસે એક ૩૦ વર્ષના અજાણ્યા યુવાનની ફુલાયેલી લાશ પડી હોવાની કોઇએ જાણ કરતા થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ.એચ.જી. ગોહીલે સ્થળ પર પહોંચી યુવાનની લાશને પોસ્ટમોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને યુવાનના મોત પાછળનું કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરાવવામાં ઓળખ મેળવવા માટે તપાસ કરતા તેના ખીસ્સામાંથી અંજારની એક કંપનીનું આઇકાર્ડ મળી આવ્યુ હતું. જેમાં આ યુવાન આસામનો હોવાનું જાણવા મળ્યુ છે. જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો થોરાળા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ ૨૩૮૯૫૫૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:22 pm IST)
  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST

  • જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મજેવડી બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત:કાંતિભાઈ ગજેરાનો અપક્ષમાંથી વિજય થયા:ભાજપ ઉમેદવારનો કારમો પરાજય :કોંગ્રેસમાં ફોર્મ રદ્દ કરી ભાજપમાં જોડાવું ભારે પડયું access_time 12:24 pm IST

  • કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે ગઢ જાળવી રાખ્યો : સતલાસણા તાલુકામાં ભાજપના ભગવા રથને જયરાસિંહે અટકાવી દીધોઃ કોંગ્રેસનો ભવ્ય વિજયઃ સતલાસણા જિલ્લા પંચાયત પણ ૨૪૦૦ મતે જંગી લીડથી વિજયી access_time 3:52 pm IST