Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગુરૂજીનગર વાડીવાળા કવાટર પાસેથી દારૂની ૧૨૦ બોટલ ભરેલી રીક્ષા સાથે બે પકડાયા

યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ સમીર બુકેરા અને કિશન પરમારની ધરપકડ

રાજકોટ, તા.૨: સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગરવાડીવાળા કવાર્ટર ચોક પાસે યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રીક્ષામાંથી દારૂની ૧૨૦ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર ઓટો રીક્ષામાં બે શખ્સો દારૂનો જથ્થો લઇને નીકળવાના હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ ક્રુરપાલસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી. જાડેજા, હેડકોન્સ રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, અજયભાઇ, કૃષ્ણદેવસિંહ તથા બ્રીજરાજસિંહ સહિતે સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર વાડીવાળા કવાર્ટર ચોક પાસેથી જી.જે.૦૧-એએકસ-૩૧૨૭ નંબરની રીક્ષામાંથી રૂ.૪૨૦૦૦ની કિંમતની દારૂની ૧૨૦ બોટલ સાથે સમીર બાબુભાઇ બુકેરા (ઉ.વ.૩૯ (રહે.બજરંગવાડી રાજીવનગર શેરી નં.૩) અને ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં.૩ના કિશન રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૦)ને પકડી લઇ રૂ.૭૨૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. સમીર બુકેરા અગાઉ મારામારીના ગુનામાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પકડાઇ ચૂકયો છે.

(3:21 pm IST)