Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજકોટ તાલુકા પંચાયતની

હરીપર પાળ બેઠક ઉપર ભાજપના ગીતાબેન રાઠોડનો ભવ્ય વિજય

નાગદાનભાઈ ચાવડા અને મનોજભાઈ રાઠોડની મહેનત રંગ લાવી

રાજકોટ,તા.૨: રાજકોટ તાલુકા પંચાયતની લોધિકા તાલુકાની હરીપર પાળ બેઠક ઉપર ભાજપના ગીતાબેન રાઠોડનો ભવ્ય  વિજય થયો છે.  આ બેઠક ઉપર રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મનોજ ભાઈ રાઠોડે ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા કરેલી  મહેનત રંગ લાવી છે . અને ભાજપનો કેસરિયો રંગ આ પંથકમાં ફેલાયો છે. 

હરીપર પાળ અને બાલસર વાગુદડના ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા રાત દિવસ મહેનત કરનારા તમામ  નામી અનામી અનેક કાર્યકરોનો બન્ને આગેવાનોએ આભાર માની  પ્રજાકીય કાર્યો માટે  ભાજપ કાયમ સક્રિય રહેશે તેવો કોલ પણ બન્ને આગેવાનોએ આ વિસ્તારના મતદારોને આપ્યો છે. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની બેઠક હરીપર પાળ  પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મનોજભાઈ રાઠોડની જન્મભૂમિ  છે.

(3:19 pm IST)
  • વ્રજેશકુમાર મહોદયને કોરોના વળગ્યો : 'વીવાયઓ' ગ્રુપના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રીને કોરોના પોઝીટીવ આવેલ છે. વડોદરા ખાતે હોમ કવોરન્ટાઈન થયાનું જાણવા મળે છે. access_time 12:33 pm IST

  • સિનિયર ડિપ્લોમેટ મનપ્રિત વોહરાની ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:44 pm IST

  • પેટલાદમાં કોંગી ધારાસભ્ય પરાજીત થયા? : પેટલાદ નગરપાલિકામાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની હાર થયાનું ટીવી ન્યુઝ ચેનલોમાં પ્રસારીત થઈ રહ્યુ છે. access_time 1:49 pm IST