Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

અખિલ મચ્છુ કઠીયા સઇ સુથાર પીઠડીયા પરિવાર દ્વારા આઇશ્રી પીઠડ માતાજીની જન્મ જયંતિની ધર્મમય કાર્યક્રમો સાથે ઉજવણી

રાજકોટ : શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ, મોર્નીંગ સ્ટાર પ્લે હાઉસ ખાતે અખિલ બ્રહ્માંડેશ્વરી આઇશ્રી પીઠડ માતાજીની જન્મ જયંતિ નિમિતે ઉત્સવની આયોજન અખિલ મચ્છુ કઠીયા સઇ સુથાર સમસ્ત પીઠડીયા પરિવાર દ્વારા કરાયુ હતુ. ગણપતિ પુજા તથા શ્રી પીઠડ માતાજીની મહાપૂજા, છપ્પન ભોગ દર્શન સહીતના કાર્યક્રમો યોજવામાં આવેલ. ભકતોએ દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. સાંજે માતાજીના સામૈયા અને બાદમાં દીપમાળા સાથે મહાઆરતી કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા અખિલ મચ્છુ કઠીયા સઇ સુથાર સમસ્ત પીઠડીયા પરિવારના દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હોવાનું ધ બેસ્ટ ટેઇલર્સના શ્રી જીતુભાઇ પીઠડીયા (મો.૯૮૯૮૨ ૧૪૬૬૬) અને શ્રી પ્રતિક પીઠડીયા (મો.૯૪૨૯૫ ૬૩૬૬૬) એ એક યાદીમાં જણાવેલ છે.

(3:15 pm IST)