Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ભા.જ.પ. પર લોકોનો વિશ્વાસ અડિખમઃ ઉદય કાનગડ

તાલુકા-જીલ્લા પંચાયતમાં અને નગર પાલિકાઓમાં પણ ભગવો લહેરાયોઃ વિજયભાઇ રૂપાણી-સી.આર.પાટીલની દિર્ધદ્રષ્ટી અને લોકસેવાની સમર્પિતતાનો આ જવલંત વિજયને આવકારતા પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન

રાજકોટ તા.ર : ગુજરાત રાજયની તમામ નગરપાલિકાઓ તથા જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ગત તા. ર૮ ફેબ્રુઆરી રોજ યોજાયેલ ચુંટણીનું પરિણામ જાહેર થયેલ છે જેમાં મોટાભાગની સીટો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા થયા છે ત્યારે મતદારોનો આભાર માનતા પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ જણાવે છે ગત દિવસોમાં રાજયની ૬ મહાનગર પાલિકાઓની ચુંટણીમાંં ગુજરાતની જનતાએ ભારતીય જતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી શાસનપુરા સોપેલા છે તેનું પુનરાવર્તન કરી આજરોજ રાજયની તમામ નગરપાલિકાઓ તથા જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચુંટણીના પરિણામો જાહેર થયા છે. તેમાં ગુજરાતના મતદારોએ ફરી મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સુશાસન અને લોકોપયોગી કાર્યોની સાથોસાથ અનેકવિધ વિકાસ કામોને ધ્યાને લઇ વિકાસને મત આપ્યો છે.વધુમાં શ્રી કાનગડે જણાવ્યું હતું કે શહેરી મતદારોની માફક ગ્રામ્ય મતદારોએ પણ જ્ઞાતિ જાતિના  રાજકારણને જાકારો આપી વિકાસને સાથ આપ્યો છે અને કોંગ્રેસ કે અન્ય બીજા પક્ષના સુપડા સાફ કર્યા છે આજના પરિણામોએ નિશ્ચિત કર્યુ છે કે  ભારતીય જનતા પક્ષનો આ સત્તાના સેમી ફાઇનલમાં પ્રચંડ વિજય થયો છે. અને ર૦રરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પણ ગુજરાતનો મતદાર કોંગ્રેસને રાજયવટો આપી ગુજરાતને કોંગ્રેેસ મુકત બનાવી દેશે એ સત્ય છે. તો સાથોસાથ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની તમામ કાર્યકરોને સાથે રાખીને કામ કરવાની પદ્ધતિ તથા યોગ્ય વ્યકિતને યોગ્ય સ્થાન આપવાની પ્રણાલીને લોકોએ હર્ષભેર આવકારી છે. અને તેના પ્રતિસાદ રૂપે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડયા છે.

અંતમાં તેમણે ઉમેર્યુ છે કે, સમગ્ર તંત્રએ લોકશાહીના પર્વને દીપાવવા માટે દિવસ રાત જોયા વિના કામગીરી કરી તે બદલ તમામ સરકારી વિભાગોનો આભાર વ્યકત કરૂ છું લોકશાહીમાં વિકાસના મહત્વને મતદારો સમજયા છે અને ભાજપની તરફેણમાં જંગી મતદાન કર્યુ છે. તે બદલ મતદારોનો આભાર વ્યકત કર્યો હતો.

(3:13 pm IST)