Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જયંતિભાઈ કુંડલીયાની સ્મૃતિમાં ગ્રાહક સેવા દિનની ઉજવણી કરતી RCC બેંક

આર.સી.સી.બેંકના પૂર્વ ચેરમેન અને જાણીતા દાતા કન્યા કેળવણીકાર

પ્રસ્તુત તસ્વીરમાં ડાબેથી બેંકના ડિરેકટરશ્રી રીષીભાઇ ચૌહાણ, બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી પ્રકાશ શંખાવલા, ડિરેકટરશ્રી ભારતીબા રાઠોડ, કી–નોટ સ્પીકર શ્રી વિધિબેન જટાણીયા, બેંકના ચેરમેનશ્રી મનસુખભાઇ પટેલ, એમ.ડી. ડો. બીનાબેન કુંડલીયા, સી.ઇ.ઓ  એન્ડ જનરલ મેનેજર ડો.પુરૂષોત્ત્।મ પીપરીયા અને ડિરેકટરશ્રી નરેન્દ્રભાઇ નથવાણી  વિગેરે દ્રષ્ટિગોચર થાય છે.

રાજકોટ : ધિ રાજકોટ કોમર્શિયલ કો–ઓપરેટીવ બેંક લી.ના પથદર્શક જયંતિભાઇ કુંડલીયાની પૂણ્યતિથીની દર વર્ષે ''ગ્રાહક સેવા દિન'' તરીકે આર.સી.સી. બેંક દર વર્ષે ઉજવણી કરે છે તેના ભાગરૂપે બેંકના પથદર્શક જયંતિભાઇ કુંડલીયાની નવમી પૂણ્યતિથી નિમીતે ગ્રાહકસેવા દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન બંેક દ્વારા રાજકોટની આર.પી.જે. હોટલ ખાતે કાર્યક્રમમાં કી–નોટ સ્પીકર તરીકે શ્રી વિધિબેન જટાણીયા ઉપસ્થિત રહેલ. બેંકના ચેરમેન શ્રી મનસુખભાઇ પટેલ, એમ.ડી. શ્રી બીનાબેન કુંડલીયા, સી.ઇ.ઓ ૬ જનરલ મેનેજર ડો. પુરૂષોત્તમ પીપરીયા, ડીરેકટર્સ શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, શ્રી દીપકભાઇ ભીમાણી , શ્રી ભારતીબા રાઠોડ, શ્રી રીષીભાઇ ચૌહાણ, ડી.જી.એમ. શ્રી પ્રકાશ શંખાવલા, સહીતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં પૂ. જયંતિભાઇના પુત્ર શ્રી સતીષભાઇ કુંડલીયાએ કાર્યક્રમનો  આરંભ કરેલ.

આ કાર્યક્રમમાં બેંકના મેનેજીંગ ડિરેકટરશ્રી ડો. બીનાબેન કુંડલીયાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવેલ કે, વર્ષ–ર૦ર૦ દરમ્યાન કોરોનાના કપરા કાળને લીધે બેંકના ગ્રાહકોને ખૂબ જ મૂશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ કપરા સમય દરમ્યાન જયંતિભાઇ કુંડલીયાના માનવીય અભિગમને સાકાર કરતો સરાહનીય નિણ ંય ધિ રાજકોટ કોમર્શીયલ કોઢઓપરેટીવ બેંક લી.ના ડીરેકટર્સ દ્વારા લેવાયેલ. બેંકની વિપરીત પરીસ્થિતિમાં નફાની ખેવના રાખ્યા વગર ગ્રાહકના ખાતે બે માસ માટે પ૦% વ્યાજ ઓછું આકારીને આશરે ૧ કરોડની આસપાસ ની વ્યાજની રકમ રાહતરૂપે આપવાના સંવેદનશીલ નિર્ણય કરેલ અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વ્યાજમાફીના નિર્ણય થી પ્રભાવિત થઇને બેંકને વિડીયો સંદેશા મારફત અભિનંદન પણ પાઠવેલ. 

બેંકના સી.ઇ.ઓ અને જનરલ મેનેજર ડો.પુરૂષોત્ત્।મ પીપરીયાએ આ પ્રસંગે જણાવેલ કે પથદર્શક જયંતિભાઇ કુંડલીયાના ગ્રાહક સેવા અંગેના વિચારોને આગળ ધપાવતા ગ્રાહકોને વધુને વધુ સારી અને ઉત્ત્।મ સેવા મળી રહે તે માટે બેંક હર હંમેશ પ્રયત્નશીલ રહે છે અને બેંકના ગ્રાહકોને વધુમાં વધુ કોર્પોરેટ સર્વિસ કઇ રીતે પુરી પાડી શકાય તે માટે બેંક હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. ડો.પુરૂષોત્તમ પીપરીયાએ વધુમાં જણાવેલ કે બેંકમાં ગ્રાહકોના હીતને રક્ષીત કરી શકાય તે માટે લોકપાલ, ફેર પે્રકટીસ કોર્ડ, સીટીઝન ચાર્ટર જેવા ગ્રાહકલક્ષી કાનુનોની અમલવારી ભારતભરની સહકારી બેંકોમાંથી એકમાત્ર આર.સી.સી. બેંક કરે છે તે બેંક માટે ગૌરવની બાબત છે. આ ઉપરાંત ભારતભરની તમામ પ્રકારની બેંકો પૈકી આર.સી.સી. બેંક પર્ફોમન્સની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે. કોરોનાની વિકટ પરિસ્થિતીમાં ગ્રાહકોના હિત માટે નફાની ખેવના રાખ્યા વગર ગ્રાહકને વ્યાજ માફીની સહાય પણ કરેલ. ડો.પીપરીયાએ વધુમાં જણાવેલ કે આ વર્ષે બેંકએ બેંકના ગ્રાહકોને મોબાઇલ બેંકિંગની સુવિધા પણ પ્રદાન કરેલ છે.

જયંતિભાઇ કુંડલીયાના સ્વપ્નને સાકાર કરતા ર૦ર૦ ના વર્ષમાં  જ ભભબેંકોભભ મેગેઝીન અને ''ગેલેકક્ષી ઇનમા'' દ્વારા ભભબ્લુ રીબન સેરેમની એન્ડ એડવાન્ટેજ સમીટભભનું આયોજન કરવામાં આવેલ. સદર સમીટના અંતમાં ભારતભરની કો–ઓપરેટીવ બેંકોને અલગ–અલગ કેટેગરીમાં સને ર૦૧૮–૧૯ ના વર્ષ માટે બેસ્ટ પરર્ફોમન્સનો અવોર્ડ એનાયત કરવામાં આવેલ. જે પૈકી જયુરી ટીમે અલગ–અલગ કેટેગરીમાં સારી અને બેંકની વિકાસલક્ષી પ્રવૃતીમાં શ્રેષ્ઠ પરર્ફોમન્સ હાંસલ કરેલ તેઓને એવોર્ડ માટે સીલેકટ કરેલ હતી, જેમાં ધિ રાજકોટ કોમર્શિયલ કો–ઓપ. બેંક લી., રાજકોટ ને પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

બેંકના ચેરમેનશ્રી મનસુખભાઇ પટેલ એ જણાવેલ કે, બેંકના સ્થાપક અને પથદર્શક જયંતિભાઇ કુંડલીયાની કાયમી સ્મૃતિ જળવાઇ રહે તે માટે આર.સી.સી. બંેક હરહંમેશ કાર્યરત રહેશે. કોરોનાના કપરા કાળ દરમ્યાન બેંક દ્વારા જયારે વ્યાજ માફીનો નિર્ણય જાહેર કરેલ, ઉપરાંત કો–ઓપરેટીવ બેંકોના વિવિધ મોરેટરીયમ પિરીયડસ ઉપર તથા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના વિષે બેંક દ્વારા વિસ્તૃત તફાવતની છણાવટ કરી વહેલીતકે બેંકના ગ્રાહકોને આત્મનિર્ભર ગુજરાત સહાય ૧ અને ર યોજનાના ચેક પણ વિતરણ કરેલ એ પૂર્વ ચેરમેન જયંતિભાઇ કુંડલીયાના ઉમદા વિચારને સાર્થક કરે છે.

આ કાર્યક્રમના કી–નોટ સ્પીકર વિધિબેન જટાણીયાએ કસ્ટમર સર્વિસ એટલે કે ગ્રાહક સેવા પર વિસ્તૃત છણાવટ કરેલ. વિધિબેનએ કસ્ટમર સર્વિસ ઉપર જણાવેલ કે કસ્ટમર સર્વિસ એટલે આપણે સેવાને ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડવી. વિધિબેનએ જણાવેલ કે ગ્રાહક સેવા એ સપોર્ટ છે જે આપણે આપણા ગ્રાહકોને ઓફર કરીએ છીએ. ગ્રાહક એ આપણી સેવાઓનો ઉપયોગ કરે છે. જે આપણે આપણી સાથે સરળ અને આનંદપ્રદ અનુભવ આપવામાં સહાય કરે છે. જો આપણે ગ્રાહકોને જાળવી રાખવા અને આપણો વ્યવસાય વધારવા માંગતા હોય તો આકર્ષક ગ્રાહક સેવા આપવી મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત વિધિબેનએ વિશેષમાં જણાવેલ કે ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરવાનો અર્થ એ છે કે ગ્રાહક આપણી સેવાઓથી ખુશ અને સંતુષ્ટ છે. ઉત્ત્।મ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટે ગ્રાહકોને સમયસર, સુખદ અને સારી સેવા પુરી પાડવી આવશ્યક નહી પરંતુ અનિવાર્ય પણ છે. ઉત્ત્।મ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટ ''કસ્ટર ઇઝ ઓલવાઇઝ કીંગ'' ના સૂત્રને સાર્થક કરી ગ્રાહકોની નાનામાં નાની જરૂરિયાતને સંતોષવી અને ગ્રાહકોનું હિત જળવાઇ રહે તેવી નવી નવી સુવિધા આદાન–પ્રદાન કરવી આવશ્યક છે. આ ઉપરાંત વિધિબેનએ કોરોનાના કપરા કાળ દરમ્યાન આર.સી.સી.બેંક એ પ૦% વ્યાજ માફીનો નિર્ણય લીધેલ તેના વિષયે વિશેષ મંતવ્ય પણ આપેલ અને પથ દર્શક જયંતિભાઇ કુંડલીયાને બેંકના સ્વપ્નદ્રષ્ટા તરીકે વર્ણવેલ, ઉપરાંત બેંકના ઉમદા ભવિષ્ય માટે વિધિબેનએ બેંકને અભિનંદન પણ પાઠવેલ, જે અત્યંત પ્રશંશનીય બાબત કહી શકાય. વિધિબેનની આ અકલ્પનિય અને ઉમદા વિચારોની છણાવટથી કાર્યક્રમ વધારે વેગવંતો બનેલ.

પૂર્વ જજશ્રી બોર્ડ ઓફ નોમીની એ.એસ.ખંધારે પથદર્શક જયંતિભાઇ કુંડલીયા સાથેના પોતાના વર્ષો જૂના પરિચયને ઘ્યાને લઇ જણાવેલ કે, જયંતિભાઇ કુંડલીયા અનુભવની હરતી–ફરતી યુનિવર્સિટી જેવા હતા, તેઓ પાસે દરેકે દરેક વસ્તુનું જ્ઞાન હતું અને કોઇપણ સમયસ્યાનો ઉકેલ હાજર રહેતો. આના કારણે હું જયંતિભાઇ કુંડલીયાને ન્નયારે પણ મળતો ત્યારે તેમના જ્ઞાનને હું આદર સાથે વંદન કરતો.

રાજકોટ કેળવણી મંડળના ઉપાઘ્યક્ષ શ્રી નવિનભાઇ ઠકકરે  જયંતિભાઇ કુંડલીયા સાથેના પોતાના પાંચ દાયકાના અનુભવના આધારે જણાવેલ કે મે મારા જાહેર જીવનના આધારે આવું વિરાટ વ્યકિતત્વ અને દરેક પ્રશ્નનો જેમની પાસે ઉકેલ મળી શકે તેવી વ્યકિત મે જોય નથી, તેમના સાનિધ્યને કારણે આજે આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ. ડો.પુરૂષોત્તમ પીપરીયાને માત્ર બેકિંગના જ કાયદા નહિ, પરંતુ ઇન્કમટેકસ, લો,સહકારી કાયદાની તજજ્ઞતા, દિવાની અને ફોજદારી કાયદાની બારીકાઇથી મેળવેલ જ્ઞાનને કારણે કાયદે સમ્રાટનું બિરૂદ હાંસલ કરેલ છે, જેના મુળમાં પણ આગળ જણાવ્યું તેમ પથદર્શક જયંતિભાઇ કુંડલીયાનું સાનિઘ્ય દીવાદાંડીરૂપ બન્યું છે.     

આ પ્રસંગે બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા ગુજરાત ભરની બેંકના ચેરમેનશ્રીઓ, મેનેજરશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ, નેશનલ કો–ઓપરેટીવ ફેડરેશન તથા ગુજરાત ફેડરેશનનાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા, તથા બેંકના અમુલ્ય વિવિધ ક્ષેત્રના વેપારમાં બેંકના તમામ સ્ટાફ પરિવારે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને પ્રતિષ્ઠિત બનાવેલ. અંતમાં તમામ મહાનુભાવોએ તથા સ્ટાફ પરિવારોએ સાથે ડિનર પણ લીધેલ. 

બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા એ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરેલ અને સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરેલ.

પથદર્શક જયંતિભાઈ કુંડલીયાની આગવી સુજબુજના ધોરણોને આગળ વધારાતા

બેંકે સફળતાના શિખરો સર કર્યા છે

- મનસુખભાઈ પટેલ (ચેરમેન)

દશકાથી સતત એવોર્ડ હાંસલ કરનાર આર.સી.સી.બેંકને વધુ બે એવોર્ડ મળતા ૫૩ એવોર્ડનો રેકર્ડ થયો

- ડો. પુરૂષોત્તમ પીપરીયા (CEO & G.M.)

બેંકના ગ્રાહકોને મોબાઈલ બેંકિંગ સુવિધા પ્રદાન કરી ઈ-પેમેન્ટને આસાન બનાવાયું

- પ્રકાશ શંખાવલા (D.G.M.)

ગ્રાહકોને લોક-ડાઉન

સમયમાં ૫૦ ટકા વ્યાજ

રાહત આપી એક કરોડનો

નફો જતો કરેલ

ડો.બીનાબેન કુંડલીયા (MD)

(3:07 pm IST)
  • આ અઠવાડીયામાં જ લગ્નગ્રંથીએ જોડાશે જસપ્રીત બુમરાહ : BCCIએ કરી પૃષ્ટિ : બોર્ડના એક અધિકારીએ કહ્યું કે ફાસ્ટ બોલર બુમરાહે લગ્ન કરવા માટે રજા લીધી છે આ સપ્તાહમાં જ લગ્ન કરી લેશે access_time 12:50 am IST

  • કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચે દારૂ પીવાનું માંડી વાળજો: ડો.રણદીપ ગુલરીયા: એઇમ્સના વડા ડો. રણદીપ ગુલરીયાએ કહ્યું છે કે કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળા દરમિયાન આલ્કોહોલ લેવાનું માંડી વાળવું હિતાવહ છે. આલ્કોહોલ ન લેવો જોઈએ. એટલીસ્ટ આ બે ડોઝ વચ્ચેના સમયગાળામાં વધુ પડતું ડ્રિન્ક લેવું હિતાવહ નથી જ. ન્યૂઝફર્સ્ટ access_time 10:28 pm IST

  • ગુજરાતના નાયબ મુખ્યમંત્રી : નિતિનભાઈ પટેલના ગઢ ગણાતા કડીમાં ભાજપનો ભવ્ય વિજય : ઉત્તર ગુજરાતમાં કડી નગર પાલિકામાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છેઃ બધી બેઠકો ભાજપે કબ્જે કરી છેઃ કુલ ૯ વોર્ડમાં ૩૬ બેઠકો છેઃ ૨૬ બેઠકો ભાજપને બિનહરીફ મળી છેઃ જયારે ૧૦ બેઠકો ઉપર કોંગ્રેસ લડતું હતું પણ ભૂંડે હાલ પરાજીત થયો છેઃ ૨૦૧૫માં કડી નગરપાલિકામાં ભાજપને ૩૬માંથી ૨૮ બેઠક મળી હતીઃ આ વખતે તમામ ૩૬ બેઠકો મળી છે access_time 3:52 pm IST