Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

એ.જી.ઓફિસના કર્મચારીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ

રાજકોટઃ એ.જી. ઓફિસ રિક્રીએશન કલબ દ્વારા દરવર્ષની માફક આ વર્ષે પણ ઈનટર સેકશન DPSY ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઓડિટ અને એકાઉન્ટસ બન્ને વિભાગના કર્મચારીઓની કુલ આઠ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે. આ મેચ દરમિયાન મોટી સંખ્યામાં કર્મચારી તથા અધિકારીઓ સાથે એ.જી. ઓફિસ રિક્રીએશન કલબના પ્રેસિડેન્ટ અને સિનિયર ડેપ્યુટરી એકાઉન્ટન્ટ જનરલ શ્રી સજી થોમસ, ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ શ્રી સંદીપ પાંડુલે, કલ્યાણ અધિકારી શ્રી પારેખ અને સિનિયર ઓડિટ ઓફિસર શ્રી ડેનિસ ડેનિયલ પણ ફાઈનલ મેચ ૯ માર્ચના યોજાશે. તેમ સેક્રેટરી શ્રી એ.બી. બૌરાસીની યાદીમાં જણાવાયું છે.

(3:06 pm IST)