Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓને અનાયન સેનેટરી પેડનું વિતરણ

રાજકોટ : ભારતમાં શરૂ કરાયેલ 'અનાયન પેડ બેંક' અભિયાન અંતર્ગત સરકારી શાળા સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલની ધો. ૧૦ અને ૧૨ ની ૧૦૧ વિદ્યાર્થીનીઓને આખુ વર્ષ ચાલે તેટલા અનાયન સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા. પેડ વિતરણ માટે મેહુલભાઇ ભૂત અને જયેશભાઇ કાચા તરફથી આર્થીક સહયોગ રહ્યો હતો.   આચાર્ય શ્રીમતી સોનલબેન ફદળુ તેમજ માય ફ્રીડમ પેડ બેંક સંસ્થાના પ્રમુખ ડો. પ્રીતિ ગુપ્તાએ પ્રાસંગીક પ્રવચન કરી સ્વચ્છતા અને નિરોગી રહેવા માટેના આ અભિયાનને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, ન.પા.શિ. સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પી.એ.ટુ કમિશ્નર રાજેન્દ્ર ચુડાસમા, મહીલા પોલીસ વિભાગના પી.આઇ. સેજલબેન પટેલ, એ.એસ.આઇ. શિલ્પાબેન પટોડીયા, સરદારધામ યુવા તેજસ્વીની ગ્રુપના પ્રમુખ શર્મીલાબેન ભાંભણીયા, સેક્રેટરી અમૃતાબેન દુધાત્રા, ઇનર વ્હીલ કલબના પ્રમુખ મીનાબેન ગોસલીયા, સેક્રેટરી ભારતીબેન સંઘવી, સ્નેહલબેન જૈન વગેરે ઉપસ્થિત રહેલ. માય ફ્રીડમ પેડ બેંકના અભિયાનને સૌએ આવકાર્યુ હતુ. આ અભિયાનની વિશેષ વિગત માટે મેહુલભાઇ ભુત મો.૯૯૭૪૯ ૫૪૪૦૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:05 pm IST)