Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સરધાર બેઠક ઉપર ભૂપત બોદરનો જંગી લીડથી વિજયઃ શાનદાર સ્વાગતઃ વિજય સરઘસ નિકળ્યું

રાજકોટઃ. રાજકોટ જીલ્લા પંચાયતની સરધાર બેઠક ઉપર આજે ભાજપના ઉમેદવાર ભૂપતભાઈ બોદરનો જંગી લીડથી વિજય થયો હતો. તેમનુ આગેવાનો દ્વારા શાનદાર સ્વાગત કરાયું હતું. તસ્વીરમાં ભૂપતભાઈ બોદર વિજયી થતા તેમનુ ફુલહારથી સ્વાગત-અભિવાદન પાઠવતા 'અકિલા'ના પ્રેસ ફોટોગ્રાફર શ્રી અશોકભાઈ બગથરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ), સુખદેવસિંહ ઝાલા, નિલેશ ખૂંટ, રાજુ કિકાણી નજરે પડે છે. બીજી તસ્વીરમાં ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવ, દિલીપભાઈ પટેલ તથા અન્યો બહુમાન કરતા, ત્રીજી તસ્વીરમાં પિતાના વિજયને વધાવતો પુત્ર જેનીશ અને છેલ્લી તસ્વીરમાં ભવ્ય વિજય સરઘસ નિકળ્યુ તે જણાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:04 pm IST)