Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

જાણીતા લેખક- વકતા ડો.જીતેન્દ્ર અઢિયાનું આજે સાંજે માઈન્ડ પાવર વિષે નિઃશુલ્ક પ્રવચન

દેશ- વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યાઃ લાઈફ ખાતે કાર્યક્રમ

રાજકોટ,તા.૨: પ્રોજેકટ 'લાઈફ' દ્વારા આજે શનિવારે સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી 'લાઈફ' બિલ્ડિંગ રેસકોર્સ રીંગ રોડ ખાતે માઈન્ડ પાવર વિષય ઉપર નિઃશુલ્ક પ્રવચન યોજવામાં આવ્યું છે. ડો.જીતેન્દ્ર અઢિયા એક જાણીતા લેખક, વકતા અને ચિંતક છે જેઓ દેશ વિદેશમાં અનેકો કાર્યક્રમ કરી ચૂકયા છે.

મન ની શકિત અગાધ છે. પણ લોકો મસ્તિષ્કના માત્ર ૪ ટકા ઉપયોગમાં લેતા હોય છે. મન ની શકિતને ઓળખવા માટે આ કાર્યક્રમમાં સૌને પ્રોજેકટ 'લાઈફ' દ્વારા નિમંત્રણ અપાયું છે. વધારે માહિતી માટે મો.૮૫૧૧૩ ૩૧૧૩૩ / ૦૨૮૧- ૨૪૭૯૧૩૩ ઉપર સંપર્ક કરવો.

આજે માનવીનું મન શું શું કરી શકે છે તેની સમજણ આપનાર ગુજરાતના પ્રથમ વ્યકિત અને ડોકટર સાથો સાથ લેખક પણ છે. ડો.જીતેન્દ્ર અઢિયાની માઈન્ડ ટ્રેનિંગ સેન્ટર નામક સંસ્થા પણ અમદાવાદમાં કાર્યરત છે.

ડો.જીતેન્દ્ર અઢિયાનો જન્મ ૧૯૫૧માં ગુજરાતના રાજકોટ જિલ્લાનું વાંકાનેર શહેરમાં થયો હતો. તેમના પિતા વર્ષ ૧૯૭૫ની એલ.આઈ.સી.ના એજન્ટ તરીકે રાજકોટમાં સેવાઓ આપી હતી. ડો.જીતેન્દ્ર અઢિયાએ ૧૦ વર્ષ નાણાવટી અને કસ્તુરબા હોસ્પિટલમાં કામ કર્યું. જુન ૧૯૮૫માં  તે સાઉદી અરબમાં ૬ વર્ષ કાર્ય કર્યું. ૧૯૯૧માં તે ભારત પાછા આવ્યા હતા. ભારત પાછા આવ્યા બાદ તે એક નગરપાલિકા મેડિકલ કોલેજમાં વ્યાખ્યાતા બની ગયા. તેણે ૨૦૦૫માં કોલેજમાં પણ રિટાયર્ડમેન્ટ લીધું. આ પછી તે ''મનની શકિત'' વિષયમાં કામ કરવા લાગ્યા. હાલમાં તેના દિમાગ અને મનની શકિતઓ વિશેની તેમના પુસ્તકો માર્કેટમાં પણ ઉપલબ્ધ છે. તેણે ભારતમાં વિવિધ શહેરોમાં તેની ''માઈન્ડ પાવર''ની ઈન્સ્ટીટયુટ ખોલી છે અને વિદેશમાં પણ સેમિનાર કરે છે. તે એક સામાન્ય ઘરથી લઈને આજે પોતાનુ આગવુ સ્થાન અને નામના પ્રાપ્ત કરી ચુકયા હોવાનું એક યાદીના અંતમાં જણાવાયું છે.

(3:52 pm IST)