Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ચુંવાળીયા કોળી સમાજના કાલે સમુહલગ્ન

૩૪ યુગલો પ્રભુતામાં પગલા પાડશે : રકતદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ તા.૨ : ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભવન અને સંતશ્રી વેલનાથ સમુહ લગ્ન સમિતિ રાજકોટ દ્વારા કાલે તા. ૩ ના રવિવારે સમુહલગ્નનું રૂડુ આયોજન રેસકોર્ષ મેદાન ખાતે કરાયુ છે.

આ અંગે સમિતિના આગેવાનોએ 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે આ સફળ ૨૪ મું આયોજન છે. જેમાં ૩૪ યુગલો પ્રભુતામાં પગલા પાડશે.

તમામ સમાજના ગરીબ દર્દીઓને રકતની જરૂરીયાત સંતોષાય તેવા ઉમદા હેતુથી સમુહલગ્નની સાથે રકતદાન કેમ્પ પણ ગોઠવવામાં આવ્યો છે.

આ મંગલ લગ્ન અવસરે અલીયાબાડા  નકલંક રજુણાના મહંતશ્રી રામદાસ બાપુ, ચેતન સમાધી ખડખડના મહંતશ્રી સાઇરનાથ બાપુ, જુનાગઢ ભવેશ્વર જગ્યાના મહંત શ્રી મંગલનાથ બાપુ, ખડખડવાળા ભાવગીરી બાપુ, સરધાર મંદિરના પૂ. રસીક ભગત બાપુ, તરણેતર માંધાતા મંદિરના મહંત શ્રી કિશોરદાસ બાપુ, જુના અખાડા (દસનામી), હસનપરના મહંતશ્રી સત્યમગીરી બાપુ, ગુરૂપંચશ્રી બાપુ અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેશે.

સમારોહના અધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઇ ફતેપરા, ઉદ્દઘાટક તરીકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, ગુજરાત રાજય ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ વિરજીભાઇ સનુરા, સૌરાષ્ટ્ર ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ દિનેશભાઇ મકવાણા, બોર્ડીંગના પ્રમુખ બાબુભાઇ ઉઘરેજા તેમજ મુખ્ય મહેમાન તરીકે દાતા દિપકભાઇ બાબરીયા, ઉદ્યોગપતિ મિહીરભાઇ સીતાપરા, મહામંત્રી છોટુભાઇ પરસોંડા, ચુંવાળીયા કોળી સમાજના ટ્રસ્ટી નટુભાઇ કુંવરીયા, મનુભાઇ આહુંન્દ્રા તેમજ સમાજના અન્ય આગેવાનો ઉપસ્તિત રહેશે.

સમુહલગ્નમાં જોડાનાર યુગલોને સોનાનો દાણો, સેટી, પલંગ સહીત જીવન જરૂરીયાતની ૭૫ જેટલી વસ્તુઓ કરીયાવરરૂપે અપાશે. સંતશ્રી વેલનાથ મંડળના ૩૮ ગ્રુપો સેવામાં ખડે પગે રહેશે.

સમગ્ર સમુહલગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ ધર્મેશભાઇ જંજવાડીયા (મો.૯૩૭૫૭ ૫૭૯૫૯), મહામંત્રી ભરતભાઇ ડાભી, ખજાનચી વિજયભાઇ મેથાણીયા, ઉપપ્રમુખ યોગેશભાઇ રીબડીયા, જેન્તીભાઇ બોરીચા, મનસુખભાઇ ધામેચા, ભરતભાઇ બાળોન્દ્રા, રવિભાઇ જાખેલીયા, રણછોડભાઇ ઉઘરેજા, મંત્રી પ્રતાપભાઇ રીબડીયા, ખોડાભાઇ બજાણીયા, સંજયભાઇ જંજવાડીયા, ચેતનભાઇ માનસુરીયા, મુકેશભાઇ વરાણીયા, દિપકભાઇ માણસુરીયા, સહમંત્રી મહેન્દ્રભાઇ મકવાણા, દેવરાજભાઇ સમાણવા, સુરેશભાઇ બહુકીયા, કેશુભાઇ જંજવાડીયા, બટુકભાઇ સોલંકી, પથુભાઇ સારોલા, મહેન્દ્રભાઇ મેથાણીયા, ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવનના પ્રમુખ બાબુભાઇ ઉઘરેજા, મહામંત્રી લખમણભાઇ વાવેચા, ગૃહપતિ હરેશભાઇ કુકાવા, ઉપપ્રમુખ મનસુખભાઇ વાઘેલા, ગોરધનભાઇ જાખેલીયા, હરેશભાઇ પરસોંડા, ભુપતભાઇ ઉપાસરીયા, અર્જુનભાઇ બાવરીયા, રમેશભાઇ પરેશા, ગંગારામભાઇ ડાભી, ભીખુભાઇ મકવાણા જહેમત ઉઠાવી રહ્યા છે.

તેમજ સંત વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના પ્રમુખ દિપકભાઇ બાબરીયા, મહામંત્રી ચેતનભાઇ માનસુરીયા, ખજાનચી રાજુભાઇ પંચાસરા, ઉપપ્રમુખ જીતેન્દ્ર પરેશા, ભરત મકવાણા, લધુભાઇ સીતાપરા, સચીન બાબરીયા, દિનેશભાઇ સીતાપરા, જયંતિભાઇ જંજવાડીયા, જયંતિભાઇ રોળીયા, શાંતિલાલ ધીણોજા, રામભાઇ ધીણોજા, સમાજના મહીલા મંડળના અરૂણાબેન મગવાનીયા, હંસાબેન સનુરા, ગીતાબેન ઠાકોર, દિપ્તીબેન સોલંકી, રીટાબેન, ચંદ્રીકા વરાણીયા, મીનાબેન ચૌહાણ, મનીષાબેન, મંગુબેન, ભાવનાબેન કુંવારદા વગેરે મહીલા મંડળ અને વેલનાથ ગ્રુપો જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ધર્મેશભાઇ જંજવાડીયા, ભરતભાઇ ડાભી, વિજયભાઇ મેવાણીયા, દિનેશભાઇ મકવાણા, ગંગારામભાઇ ડાભી, જેન્તીભાઇ બોરીચા, લક્ષ્મણભાઇ વાવેસા, જેસીંગભાઇ રાઠોડ, મુકેશભાઇ વરાણીયા, યોગેશભાઇ રીબડીયા, શુભાષભાઇ અઘોલા, આશીષભાઇ ડાભી, રવિભાઇ જાખેલીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:48 pm IST)