Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

મગજ ભમતો હોવાથી જંગલેશ્વરનો સોહિલ ઝેરી લિકવીડ પી ગયો

રાજકોટ તા. ૨: જંગલેશ્વર-૨૬માં રહેતો સોહિલ ઓસમાણભાઇ પીલુડીયા (ઉ.૩૩) સાંજે મચ્છર ભગાડવાના લિકવીડની અડધી શીશી પી જતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. સોહિલના પરિવારજનના કહેવા મુજબ સોહિલને કેટલાક દિવસથી સતત મગજ ભમતો હોઇ કામે પણ જઇ શકતો ન હોવાથી કંટાળીને આ પગલું ભર્યુ હતું.

છાત્રએ ગુસ્સામાં આવી હાથમાં બ્લેડથી કાપો માર્યો

સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્કમાં રહેતાં અને ડિપ્લોમાનો અભ્યાસ કરતાં શુભમ્ ભાવેશભાઇ કતીરા (ઉ.૧૮)એ ડાબા હાથે બ્લેડથી કાપો મુકી દેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. ગુસ્સો આવતાં તેણે આમ કર્યાનું જણાવાયું હતું. (૧૪.૫)

(4:11 pm IST)