Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ભારતના વિકાસની નાડ પારખીને તેના ઉપાય રૂપે બજેટ છે : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા.૨ : ગઇ કાલે રજૂ થયેલ સામાન્ય બજેટ અંગે રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવેલ કે ભારતના વિકાસની નાડ પારખીને તેના ઉપાય રૂપે બજેટ છે.

શ્રી પટેલે વધુમાં જણાવેલ કે ભારતની કૃષિપ્રધાન દેશ તરીકેની ઓળખ છે પરંતુ આઝાદીનાં ૬૦ વર્ષ સુધી આ ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યું જેના કારણે દેશની જે સ્થિતિ થવી જોઇએ તે આપણે કરી શકયા નથી. નરેન્દ્રભાઇ મોદીની સરકારે કૃષિ, ગ્રામીણ ક્ષેત્ર ઉપર ભાર મુકીને સમગ્ર દેશને ધબકતો કરવાનાં લક્ષ્ય તરફ હરણફાળ ભરે તે હેતુનું આ બજેટ છે. રોજગારીની તક વધે, ઓર્ગેનિક ખેતી તરફ ખેડુત પ્રેરિત થાય, સિંચાઇની સુવિધાઓ વધે અને ખેડૂતો સમૃધ્ધ બને તે દિશામાં જે વિચાર કર્યો છે તે દેશને ધબકતો કરશે.

અંતમાં શ્રી પટેલે જણાવેલ કે સમગ્રતઃ  ઉદ્યાગ, રોજગારી તેમજ ગરીબ અને નાના વર્ગનાં લોકોનો વિચાર અને સમગ્ર તંત્રને ધબકતું કરવા કૃષિ ક્ષેત્રને મહત્વએ આગામી દિવસોમાં દેશની સિકલ બદલનારૂ બનશે તેમ ચોકકસ લાગે છે.

(5:03 pm IST)