Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

હિંમતલાલ-સવિતાબેનની પ૭મી લગ્ન તિથિ : પ્રેરક સેવાકાર્યો

વિવિધ સેવા સંસ્થાઓમાં દાનની જાહેરાત

રાજકોટ, તા. ર :  રાજકોટના અગ્રણી હિંમતલાલ પાનાચંદ ખખ્ખર અને તેમના જીવનસાથી સવિતાબેનના સહજીવનના પ૭ વર્ષ પૂરા થતા વિવિધ પ્રેરક સેવાકાર્ય કર્યા હતા.

સુખી દાંપત્ય જીવન અને સંયુકત પરિવારની ભાવના આ કુટુંબે જાળવી રાખી છે. પુત્ર ચિ. ભાવેશ, પુત્રવધુ ચિ. નિપા સાથે રહે છે. પૌત્ર ચિ. પરમ રાજસ્થાન કોટામાં અભ્યાસ કરે છે.

ખખ્ખર દંપતિની લગ્નજીવનની પ૭ મી વર્ષગાંઠ નિમિત્તે પુત્ર અને ત્રણે પુત્રીઓની  ઇચ્છાથી ખખ્ખર પરિવારે વિવિધ સંસ્થાઓમાં દાન આપ્યુ છે.

રૂ.૧૧૦૦૦ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ રાજકોટ, રૂ. ૧૧૦૦૦ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ,  રૂ. ૧૧૦૦૦ શ્રીજી ગૌશાળા, રાજકોટ, રૂ. ૧૧૦૦૦ કરૂણા ફાઉન્ડેશન-રાજકોટ-૧, એનીમલ હેલ્પલાઇન, રૂ. ૧૦,૦૦૦ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ, રાજકોટ, રૂ. ૬પ૦૦ શ્રી વૃજલાલ દુર્લભજી પારેખ એચ. મહિલા વિકાસ ગૃહ-રાજકોટ, રૂ. પ૦૦૦ સ્વ. છગનલાલ શામજીભાઇ વિરાણી અને ગં. સ્વ. વૃજકુંવરબેન વિરાણી બહેરા-મુંગા આશ્રમ તથા રૂ. ૩૦૦૦ રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ ગોંડલ રોડ, રાજકોટ, રૂ. ૧૧૦૦૦ પૂજય સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી આશ્રમ-રાજકોટમાં દાન આપેલ છે.  હિંમતલાલ કહે છે કે પુજય ગુરૂદેવની પ્રેરણાની હું અનેક લોકોને વ્યસન મુકત કરવામાં સફળ રહ્યો છું અને હજી પણ હું જીવું છુ ત્યા સુધી આ વ્યસ્તમુકિત અભિયાન ચાલુ રાખીશ અને અંતે હું મારા મૃત્યુ બાદ મારી ઇચ્છા છે જે હું મારાદેહનું દાન કરૂ અને નેત્રદાન કરૂ.

(3:49 pm IST)