Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ર૭ વર્ષ જુના કસ્ટોડીયલ ડેથના કેસમાં પોલીસ વિરૂધ્ધ વળતર મળવાનો દાવો રદ

રાજકોટ તા. રઃ આજથી ર૭ વર્ષ પહેલા સોના-ચાંદીના દાગીનાની ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીનું બી-ડીવીઝન પોલીસ કસ્ટડીમાં થયેલ મૃત્યુ અંગે ગુજરનાર નરેશ વાલજી માતુશ્રી વિજયાબેન વાલજીભાઇ વ્યાસ તે સમયના બી. ડી. પો.ના પી.એસ.આઇ. એસ. એન. ઝાલા, સહિતના ચાર પોલીસ કર્મચારી સામે વળતર મેળવવા કરેલ દાવાને સિવિલ કોર્ટે રદ કર્યો હતો.

સદરહું દાવામાં ગુજરનાર નરેશ વાલજીને પોલીસ કસ્ટડીમાં ઝવ્ેરી દવા પીવડાવી મૃત્યુ નિપજાવેલ હોવાના આક્ષેપ સાથે વિજયાબેને પોતાના પુત્રના કસ્ટોડીયલ ડેથ સબંધે વળતર મળવા સિવિલ કોર્ટમાં ૧૯૮૯માં દાવો કર્યો હતો.

રાજકોટનાં એડી. સીનીયર સીવીલ જજ એમ. એસ. બાકી સમક્ષ દાવો ચાલી જતા સરકાર તરફે સરકાર તરફે એ. જી.પી. કમલેશ ડોડીયા દ્વારા વાદીની ઉલટ તપાસ, દલીલો કરવામાં આવેલ હતી. જેમાં તેઓએ જણાવેલ કે સરકાર સામે દાવો દાખલ કરતા પહેલા સરકારશ્રી સમક્ષ સી.પી.સી. કલમ ૮૦ મુજબની કાયદેસરની નોટીસ આપવામાં આવેલ નથી. આરોપી સામે (હાલનાં પ્રતિવાદીઓ) સામે આઇ.પી.સી. કલમ ૩૦ર મુજબની ફરીયાદ થયેલ છે તેમાં કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવેલ છે. વાદી દ્વારા હાલનાં દાવામાં જે ડી.ડી., પી.એમ. નોટ, તથા એફ.એસ.એલ.નાં રીપોર્ટ ઉપર આધાર રાખવામાં આવેલ છે તે તમામ દસ્તાવેજો સેશન્સ કોર્ટ દ્વારા ગુણદોષ ઉપર તપાસી ચુકાદો આપવામાં આવેલ છે. તે તમામ દસ્તાવેજો સેશન્સ કોર્ટ દ્વારા ગુણદોષ ઉપર તપાસી ચુકાદો આપવામાં આવેલ છે. તે તમામ પુરાવાની જજમેન્ટમાં ચર્ચા કરેલ છે જેથી હાલનાં કેસમાંદ તેની ઉપર આધાર રાખી શકાય નહીં. તેમજ પ્રતિવાદી નં. ર થી ૪ નાંઓ દ્વારા કરવામાં આવેલ કોઇ અપકૃત્યનાં કારણે વાદીનાં પુત્રનું મોત થયેલ છે તેવું વાદી સાબિત કરી શકેલ નથી. તેમજ વાદી નં.ર  થી પ નાં આવા કોઇ અપકૃત્ય બદલ પ્રતિવાદી નં. ૧ (શ્રી સરકાર) ની કોઇ જવાબદારી બનતી હોય તેવી કોઇ હકિકત વાદી સાબિત કરી શકેલ નથી તેથી વાદીનો દાવો ખર્ચ સહિત રદ કરવા એ.જી.પી.એ. દલીલ કરેલ હતી તેમજ પ્રતિવાદી નં. પ તરફે વકીલ શ્રી રોહિત બી. ઘીયા દ્વારા દલીલ કરવામાં આવેલ હતી.

આ કેસની સંપૂર્ણ વિગત તેમજ રજુ થયેલ પુરાવાઓ તેમજ સરકારી વકીલશ્રી કમલેશ ડોડીયા તેમજ પ્રતિવાદી નં. પ તરફે બચાવ પક્ષનાં વકીલ રોહિત બી. ઘીયાની દલીલ માન્ય રાખતા વાદી દ્વારા કરવામાં આવેલ વળતરનો દાવો રાજકોટનાં એડી. સીનીયર સીવીલ જજ એમ. એસ. બાકી દ્વારા ના મંજુર (રદ) કરવામાં આવે છે.

(3:46 pm IST)