Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

મોઢ વણીક મહાજન દ્વારા મોઢ મહોદય અને જ્ઞાતિશ્રેષ્ઠીઓ સાથે વિચાર ગોષ્ઠી

રાજકોટઃ મોઢ વણીક જ્ઞાતિની ૧પ૦ વર્ષ જુની સંસ્થા રાજકોટ મોઢ વણીક મહાજન ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ્ઞાતિના ઇષ્ટદેવશ્રી રૂગનાથજી ભગવાનનાં મંદિરે સમગ્ર વિશ્વભરમાં પથરાયેલ મોઢ વણીક સમાજને એક તાંતણે જોડી રાખતુ ભાવનગરથી પ્રસિધ્ધ થતું જ્ઞાતિનું એક માત્ર મુખપત્ર મોઢ મહોદયના પ્રમુખ હર્ષદભાઇ શાહ, મંત્રી દિપકભાઇ ધોળકીયા તથા કારોબારી સભ્યો અને રાજકોટનાં જ્ઞાતિ શ્રેષ્ઠીઓ સાથે એક વિચારગોષ્ઠીનું આયોજન થયું હતું. આ તકે છેલ્લા ૧૦૦ વર્ષથી અવિરત જ્ઞાતિની સેવા અને સંગઠન માટે દિવસ-રાત એક કરતું મોઢ મહોદયનું રાજકોટ મોઢ વણીક મહાજન ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના પનોતા પુત્ર અને રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીના રાજકોટ સ્થિત નિવાસસ્થાન ક.બા.ગાંધીના ડેલાની આબેહુબ પ્રતિકૃતિ અર્પણ કરી મોઢ મહોદયનું અભિવાદન કરવામાં આવેલ હતું. આ અભિવાદન મોઢ મહોદયની ટીમનાં હર્ષદભાઇ શાહ, દિપકભાઇ ધોળકીયા, સુનીલભાઇ પારેખ (ભાવનગર), યોગેશભાઇ વડોદરીયા(વડોદરા), કિરીટભાઇ પટેલ, કિરેનભાઇ છાપીયાએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

(3:44 pm IST)