Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

શિવરથયાત્રામાં તોપથી ફૂલોનો વરસાદ થશે

મહાશિવરાત્રીએ નિકળશે રથયાત્રાઃ૧૨ જયોર્તિલીંગ વિશેષ આકર્ષણ જમાવશે

રાજકોટ,તા.૨: દેવોના દેવ મહાદેવનું પાવન પર્વ મહાશિવરાત્રીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવા માટે શ્રી દશનામ ગોસ્વામી સમાજ શિવ રથ યાત્રા સમિતી રાજકોટ દ્વારા સતત પાંચમા વર્ષે આયોજન થવા જઈ રહયુ છે.

શિવરથયાત્રાનો હર હર મહાદેવના નાદ સાથે સોરઠીયા વાડી સર્કલ પાસે આગામી તા.૧૩ને મંગળવારે શિવરાત્રીના દિવસે બપોરના ૨ વાગ્યે સંતો, મહંતો, ગાદિપતીઓ તેમજ મહેમાનોની હાજરીમાં મહાદેવના જય જયકાર સાથે પ્રયાણ કરવામાં આવશે.

શિવરથયાત્રાના વિશિષ્ટ આકર્ષણરૂપે તોપથી ફુલોનો વરસાદ મહાદેવની બાર જયોર્તિલીંગ શ્રેણીમા આ વર્ષની જયોર્તિલીંગ  વૈધનાથ મહાદેવની જયોર્તિલીંગ ઉપર કરવામાં આવશે. નવયુવાનો બાઈક અને મોપેડમાં સજજ થઈને મહાદેવની યાત્રામા થનગનાટ ઉભો કરશે. ૧૨ જયોર્તિલીંગની ઝાખી બાર વેગેનકાર ઉપર કરવામાં આવશે. હાથી, ઘોડાનો કાફલો તેમજ ઊંટગાડી વિશેષ આકર્ષણ ઉભુ કરશે.

યાત્રા દરમીયાન શિવતાંડવ અને શિવધૂન અવિરત ચાલુ રહેશે. યાત્રા બાદ મહાઆરતી તેમજ મહાપ્રસાદ ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં રાખેલ છે.

 આયોજનમાં ભાવેશગીરી  નટવરગીરી, જનકપુરી રમણીકપુરી, સાવનગીરી રાજેશગીરી, અજય ભારતી અશ્વિનભારતી, પ્રફુલપર્વત, દિનેશ પર્વત, ગૌતમગીરી ચમનગીરી, વિપુલગીરી ચમનગીરી, વિશાલ ભારતી હિમંતભારતી, મૌલીકગીરી, અશ્વિનગીરી, ઉમંગગીરી રોહિતગીરી, હીરેનગીરી હસમુખગીરી, હિતેષભારતી વિનોદભારતી, બુધ્ધદેવભારતી પ્રતાપભારતી, કલ્પેશગીરી અનોપગીરી, અજયવન રમેશવન, દિવ્યેશગીરી અશોકગીરી અને ગૌરવભારતી વિજયભારતી જોડાયા હતા. (સંદીપ બગથરીયા)

(3:33 pm IST)