Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રઘુકુળ મેરેજ બ્યુરો દ્વારા પરિચય મેળો

સમગ્ર રઘુવંશી સમાજ માટે વેવિશાળ અંગે નિઃશુલ્ક માહીતીની આપ-લે કરતી છ વર્ષથી કાર્યરત સંસ્થા રઘુકુળ મેરેજ બ્યુરો દ્વારા સાથ પરિચય મેળાનાં સફળ આયોજન થયેલ છે. સાતમાં પરિચય મેળો હેમુ ગઢવી હોલ ખાતે યોજાતા સ્પોટ એન્ટ્રીઓ સહિત કુલ ૩ર૦ એન્ટ્રીઓ નોંધાયેલ. જેમાં રપ૦ થી વધારે એમ.બી.એ. એન્જીનીયર્સ, સી.એ. ડોકટર્સ તથા ડબલ ગ્રેજયુએટ ઉમેદવારોએ ભાગ લીધેલ. કાર્યક્રમની શરૂઆત ડો. રાજેશભાઇ તેણીનાં હસ્તે દીપ પ્રાગટય દ્વારા થયેલ. બુક વિમોચન ડો. રાજેશભાઇ તૈલી, અશોકભાઇ કુંડલીયા, પ્રમોદભાઇ ગણાત્રા, નરેન્દ્રભાઇ નથવાણી, બીપીનભાઇ કોટક તથા હંસાબેન ગણાત્રાનાં હસ્તે થયેલ  કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રઘુવંશી શ્રેષ્ઠીઓ રમેશભાઇ ઠક્કર, કીરીટભાઇ ગંગદેવ, ભાવેશભાઇ ચોટાઇ, નવીનભાઇ ઠક્કર, પરેશભાઇ પોપટ, હીતેષભાઇ ઉનડકટ, પલ્લવીબેન પોપટ, ભાવનાબેન કુંડલીયા, હીરલબેન દત્તા, પાર્થભાઇ દત્તા, હરસુખભાઇ કુંડલીયા, રસીકભાઇ ગોળવાલા, વિનુભાઇ કોટક, કૌશીષભાઇ કુંડલીયા, દેવેનભાઇ કુંડલીયા, ઉપસ્થિત રહેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા ચેરમેન અશોકભાઇ કુંડલીયા મો. ૯૮ર૪ર ૧૧૧પર ના માર્ગદર્શન હેઠળ બીપીનભાઇ કોટક, ભરતભાઇ તન્ના, શૈલેષભાઇ પુજારા, નીલેશભાઇ રૂપારેલીયા, સાકેતભાઇ કુંડલીયા, વિજયભાઇ જોબનપુત્રા, નીલમબેન કારીયા, દીલીપભાઇ કુંડલીયા, નીલેશભાઇ બગડાઇ, અમીતભાઇ બુધ્ધદેવ, જહાનવીબેન કુંડલીયાએ જહેમત  ઉઠાવેલ. એન્કરીંગ ધારાબેન કુંડલીયાએ સંભાળેલ.

(3:32 pm IST)