Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ચોરાઉ એકટીવા સાથે કિશોર તેરૈયાને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ શહેર પોલીસ કમિશ્રર મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્રરશ્રી ખુરશીદ અહેમદ   તથા ડી.સી.પી.ઝોન-૧ પ્રવીણકુમાર મીણા તથા ડી.સી, પી.ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તેમજ એ.સી.પી.   ક્રાઇમ ડી. વી. બસીયાની સુચનાથી પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ  એસ.વી. સાખરા તથા હેડ કોન્સ. ધીરેનભાઇ માલકીયા પો.કોન્સ. મહેશભાઈ મંઢ, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, દીપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા, યોગીરાજસિંહ જાડેજા તથા જયપાલસિંહ ઝાલા સહીત પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો. કોન્સ. કિરતસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા તથા યોગીરાજસિંહ જાડેજાને મળેલ  હકીકત આધારે માનસરોવર પાર્ક મેઇન રોડ, ભવાની કોમ્પલેક્ષની સામેથી કિશોર અમૃતલાલ તેરૈયા (ઉ.વ. ૩૭) ( ધંધો. ટીફીનનો) (રહે. માંડા ડુંગર, માનસરોવર પાર્ક, મેઇન રોડ, વિરમભાઇના ભાડાના મકાનમાં)ને  જીજે ૩ જેએચ-૪ર૪પ નંબરના ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. કિશોરે ગુંદાવાડી સરકારી હોસ્પીટલમાંથી એકટીવા મો. સા.ની ચોરી કરેલ હોવાની કબુલાત આપે છે. જે અનુસંધાને એ. ડિવી. પો. સ્ટે. માં ગુ.ર.ન, ૧ ૧ ૨૦૮૦૫૦૨ ૧૦૦૪૦/૨૦ આઇ.પી. સી. કલમ - ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય એ. ડિવી. પોલીસને સોંપ્યો હતો.

(3:27 pm IST)