Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

પંચાયત પ્રમુખના પી.એ. તરીકે કાર્યભાર સંભાળતા દીપક લીંબડ

રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રમુખના અંગત મદદનિશ એચ.એલ. જાડેજા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમના સ્થાને ખેતીવાડી ખાતામાંથી મૂકાયેલા શ્રી દીપક એલ. લીંબડે ગઇકાલથી કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ ૧૯૮પથી પંચાયતમાં સેવા આપી રહ્યા છે. રાજકોટ, લોધિકા, પડધરી વગેરે તાલુકા પંચાયતમાં ફરજ બજાવેલ. તેમનું મૂળ વતન ધ્રાંગધ્રા છે. તેમના પિતાજી સ્વ. શ્રી આર.ડી. લીંબડ ૩ દાયકા પહેલા રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. નિવૃત્ત થયેલા પી.એ. અને નવા પી.એ.એ પરસ્પરને શુભેચ્છા પાઠવી હતી. (શ્રી લીંબડનો મો. ૯૯૦૯૯ ૪રપ૧પ રાજકોટ)

(4:02 pm IST)