Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

૨૭ ગુનામાં સંડોવાઇ ચુકેલો અને મારામારીમાં ફરાર લખન ચોરાઉ બાઇક સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચના નિશાંતભાઇ પરમાર અને મહેશભાઇ મંઢની બાતમી પરથી ધરપકડ

રાજકોટઃ અગાઉ ચોરી, ચિલઝડપ, દારૂ, ઘરફોડ ચોરી, વાહન ચોરી, સાદી ચોરી મળી ૨૭ ગુનામાં સંડોવાઇ ચુકેલો અને હાલમાં મારામારીના ગુનામાં ફરાર લખન બચુભાઇ માલાણી (ઉ.૨૮-રહે. ચુનારાવાડ-૧/૧૪)ને ક્રાઇમ બ્રાંચે ચોરાઉ બાઇક સાથે પકડ્યો છે. જીજે૩એફજી-૯૧૪૨ નંબરનું આ બાઇક તેણે બે મહિના પહેલા રાજમોતી મીલ પાછળથી ચોરી કર્યુ હતું. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એચ. સરવૈયાની સુચના તથા પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, હરદેવસિંહ રાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના કોન્સ. નિશાંતભાઇ પરમાર અને મહેશભાઇ મંઢની બાતમી પરથી આ શખ્સને ઝડપી લેવાયો છે. થોરાળાના મારામારીના ગુનામાં પણ લખન ફરાર હતો. (૧૪.૧૦)

(3:50 pm IST)