Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

કારિગરી...!!

કોમ્પ્યુટર સોફટવેરમાં ગોલમાલ? સ્વચ્છતાં સર્વેક્ષણમાં અગ્રતા માટે તંત્રનો કિમીયો

સર્વેક્ષણ માટેનાં ઓનલાઇન ફોર્મનાં ''સ્વચ્છતાથી સંતોષ''નાં ખાનામાં પરાણે 'હા' લખાવાય છે

રાજકોટ, તા., ૨: શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતાક્રમ મેળવવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા જોરશોરથી  સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને હવે આગામી ટુંક સમયમાં કેન્દ્રમાંથી સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ આવી રહી છે. ત્યારે તેમાં નગરજનોના અભિપ્રાય પણ લેવા ફરજીયાત છે.આથી મ્યુ. કોર્પોરેશન દ્વારા તેની સતાવાર વેબસાઇટ ઉપર સ્વચ્છતા સર્વેક્ષણની પ્રશ્નોતરીનું ફોર્મ ઉપલબ્ધ બનાવી રાજકોટ શહેરની સ્વચ્છતા અંગે ઓનલાઇન  સર્વે ચાલુ કર્યો છે. પરંતુ આ ઓનલાઇન સર્વેમાં તંત્ર શહેરમાં સ્વચ્છતા બાબતે તમામ નાગરીકોને સંતોષ છે તેવું દર્શાવવા માટે ઓનલાઇન ફોર્મમાં પરાણે હા પડાવવાનું કારસ્તાન ખુલ્લુ પડી ગયાની ફરીયાદ ઉઠી છે.

 

આ અંગે નાગરીકોમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ સ્વચ્છતા સર્વેક્ષણ માટેના સર્વેના ઓનલાઇન ફોર્મમાં પ્રશ્ન નં.ર માં તમે તમારા શહેરમાં સ્વચ્છતાના પ્રમાણથી સંતુષ્ટ છો કે કેમ?  તેના જવાબમાં હા લખો તો જ આગળના પ્રશ્નો અને તેના જવાબના વિકલ્પો ખુલે છે. આમ કોમ્પ્યુટર સોફટવેરની કારીગરી કહો કે તંત્રનો કિમીયો સ્વચ્છતા સર્વેક્ષણમંાં અગ્રતા ક્રમ મેળવવા માટે આ જબરૂ કારસ્તાન તો નથી ને? તેવા અણીયારા સવાલો પ્રજામાં ઉઠવા પામ્યાછે.(૪.૧૧)

 

(3:36 pm IST)