Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

લોક રક્ષક દળની પરિક્ષા માટે સરકાર દ્વારા વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત બાદ રાજકોટ એસ.ટી.ડેપો વિદ્યાર્થીઓની લાઇનોઃ ભારે પરેશાન

રાજકોટઃ લોક રક્ષક દળની પરિક્ષાનુ પેપર ફુટી ગયા બાદ રાજય સરકાર દ્વારા આ પરિક્ષા રદ કરવામાં આવી હતી. હવે આ પરિક્ષાના ઉમેદવારો માટે રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે એસ.ટી.બસમાં મુસાફરી માટે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ટેકનીકલ ખામીના કારણે રાજકોટ એસ.ટી.ડેપો.ખાતે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સવારે ૮ વાગ્યાથી વિદ્યાર્થીઓ લાઇનમાં ઉભા છે છતા પણ હજુ સુધી વારો ન આવતા ભારે મુશ્કેલી પડી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, મોરબી, અને સુરેન્દ્રનગર જીલ્લા અને તાલુકાના એસ.ટી.ડેપો ખાતે ખાસ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ઉમેદવારો કોલ લેટર અને ઓળખકાર્ડ બતાવીને આગામી તા.૬ને રવિવારે યોજાનાર લોક રક્ષક દળની પરિક્ષા માટેની એસ.ટી.બસની વિનામૂલ્યે મુસાફરીની ટિકીટ મેળવી રહ્યા છે.

(12:34 pm IST)