Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વાલ્વ, ફીલ્ટર અને પ્રેસર કાંટો ચોરનાર વિહો અને અનીલ પકડાયા

રાજકોટ : શહેરના જોઇન્ટ કમિશનર ડી. એચ. ભટ્ટના માર્ગદર્શન અને સુચના હેઠળ આજીડેમ પોલીસ મથકના પીઆઇ. પી. એન. વાઘેલા, એએસઆઇ સી. એમ. ચાવડા તથા હેડ કોન્સ. જયેશભાઇ નિમાવત, મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, જયદીપસિંહ બોરાણા અને શૈલેષભાઇ ભીંંસડીયા વગેરે સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે એએસઆઇ સી. એમ. ચાવડા, જયેશભાઇને મળેલ બાતીમના આધારે વિહા સામત રાઠોડ (ઉ.૬૪) અને અનિલ સામત રાઠોડ (ઉ.ર૪) (રહે. જામનગર રોડ એસઆરપી કેમ્પ પાસે ઝૂપડામાં) ને પકડી લઇ ચોરાઉ પાઇપ લાઇન ત્રણ વાલ્વ એક મોટુ ફીલ્ટર તેમજ પ્રેસર કાંટો અને જી. જે.-૩-વી-૪૧૬૦ નંબરનો છકડો તથા જીજે-૧૩-એ.એ.-૭ર૦પ નંબરનું બાઇક કબ્જે કરી કાર્યવાહી હતી.

(3:44 pm IST)